fbpx
ગુજરાત

ગાંધીનગર જિલ્લામાં ‘નારી વંદના ઉત્સવ’ અંતર્ગત ‘બેટી બચાવો, બેટી પઢાવો’ દિવસની ઉજવણી કરવામાં આવી

ગાંધીનગર
‘નારી વંદના ઉત્સવ’ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં માણસા તાલુકાના આજાેલ ગામની સંસ્કાર તીર્થ શાળા ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાવો’ દિવસની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત કિશોરી મેળો, વ્હાલી દિકરી યોજના ના હુકમ વિતરણ, બેટી બચાવો- બેટી પઢાવો સંદેશ આપતું નાટક, હેલ્થ ચેકઅપ વગેરેનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા “બેટી પઢાઓ “વિષયને અનુરૂપ ચિત્ર સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા તથા સ્લોગન સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. જેમાં પ્રથમ નંબર મેળવનાર વિજેતા વિદ્યાર્થીનીઓને મહિલા અને બાળ વિકાસ અ?ધિકારીની કચેરી દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત શાળામાં ભણતી ત્રણ અનાથ દીકરીઓને કચેરી દ્વારા સંપૂર્ણ શૈક્ષણિક કીટ આપી અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. રમતગમત ક્ષેત્રે ઉમદા પ્રદર્શન કરનાર શાળાની વિધાર્થીનીઓનું આ પ્રસંગે ખાસ શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમમાં શાળાની વિધાર્થીનીઓ બહોળી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને નિહાળ્યો હતો. કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ અને મહિલા અને બાળ વિકાસ કચેરી તથા સંકલિત બાળ વિકાસ યોજનાની મુખ્ય સેવિકાઓએ હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/