fbpx
ગુજરાત

આણંદના ઋતુરાજ પરમાર બન્યા ભારતીય સશસ્ત્ર સીમા દળ (છદ્બિઅ)માં ‘જજ એડવોકેટ જનરલ ઓફિસર’? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઋતુરાજની જ્વલંત સફળતાને બિરદાવી? પરીક્ષા પાસ કરી આ સિધ્ધિ મેળવનાર દેશના પાંચ ઉમેદવારો પૈકી ગુજરાતના એક માત્ર ઋતુરાજ પરમાર


આણંદના ૨૩ વર્ષીય દલિત યુવાન ઋતુરાજ ભાનુકુમાર પરમારે ભારતીય સશસ્ત્ર સીમા દળ દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષા ઉચ્ચ ગુણાંકે પાસ કરીને, જ્યાં ગુજરાતીઓ ભાગ્યે જ જાેવા મળે છે તે જજ એડવોકેટ જનરલની પ્રતિષ્ઠિત જગ્યા પર ઉત્તીર્ણ થઈ, પોતાના પરિવાર અને સમાજનું જ નહીં પણ સારાય ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
ઋતુરાજે ચેન્નાઈ ખાતે એક વર્ષની તાલીમ પૂર્ણ કરી લીધી છે અને હવે આ પદ માટે અનિવાર્ય એવી, દેશના સૌ સૈનિકની જેમ જ દેશની સરહદ પર ૧૮ મહિના સુધી બજાવવાની તે સેવા ઋતુરાજ હાલ જમ્મુ ખાતે બજાવી રહ્યા છે. આ સેવા પૂર્ણ થતાં ઋતુરાજ જજ એડવોકેટ જનરલ ઓફિસરનો પદભાર વિધિવત સંભાળશે.
જજ એડવોકેટ જનરલ ઓફિસર માટે આવી આકરી તાલીમનો આશય એ હોય છે કે જ્યારે મળેલ પદ પર ફરજ બજાવવાની આવે ત્યારે વિપરિત પરિસ્થિતિઓ વચ્ચે કામ કરતા ભારતીય સૈનિકોના માનસિક અને શારીરિક સ્તરને સમજીને તે અધિકારી ર્નિણય લઈ શકે.
બહુ ઓછા ઉમેદવારોને એની જાણકારી હોય છે કે, ભારતીય સશસ્ત્ર સીમા દળ દ્વારા ભારતીય સેનામાં જજ એડવોકેટ જનરલ ઓફિસર માટે પરીક્ષાઓ લેવામાં આવે છે.જેમાં કાયદાની ડિગ્રી તથા ઝ્રન્છ્‌ની પરીક્ષા પાસ ઉમેદવારો અરજી કરી શકતા હોય છે.
આ બંને લાયકાત ધરાવતા તથા કોલેજકાળે દ્ગઝ્રઝ્ર પણ કરી ચુકેલા ઋતુરાજે આ પરીક્ષા પાસ કરીને, દેશમાંથી પસંદ થયેલા માત્ર પાંચ ઉમેદવારો પૈકી એક માત્ર ગુજરાતી હોવાનું બહુમાન મેળવ્યું છે, તે એક જ્વલંત સિધ્ધિ છે.
તાલીમ દરમિયાન પરિવારને મળવા આવેલા ઋતુરાજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળ્યા ત્યારે મુખ્યમંત્રીએ પણ ઋતુરાજની આ ઝળહળતી સફળતાને બિરદાવી ઋતુરાજને અભિનંદન આપ્યા હતા.રાજ્યના માહિતી નિયામક ધીરજ પારેખે પણ ઋતુરાજને અભિનંદન આપ્યા હતા.
રાજ્યના સામાજિક ન્યાય-અધિકારિતા મંત્રી ભાનુબહેન બાબરિયાએ પણ ઋતુરાજને અભિનંદન આપ્યા હતા.
પ્રારંભિક શિક્ષણ વલ્લભવિદ્યાનગરની આઈ.બી.પટેલ ઈંગ્લિશ મીડીયમ સ્કુલમાં મેળવ્યા બાદ ઋતુરાજે આણંદ લો કોલેજમાંથી બી.એ., એલ.એલ.બી.ની ડિગ્રીઓ મેળવી હતી. એમાં પણ જ્યારે કોરાનાકાળે લોકડાઉનની સ્થિતિ આવી, તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને ઋતુરાજે સતત અભ્યાસમાં મન પરોવી, આ પરીક્ષા માટેની માહિતી મળતા તેમાં ઝંપલાવીને આ સફળતા પ્રાપ્ત કરી છે તે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હજારો-લાખો ઉમેદવારો માટે પણ પ્રેરણારૂપ છે.
એક મુલાકાતમાં ઋતુરાજે આ સફળતાનો યશ પોતાના માતા-પિતા, દાદા-દાદી અને ફુઆને આપી, વિશેષ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા પરિવારના રાજુદાદા (નિવૃત્ત એડીશનલ ક્લેક્ટર આર.કે.પરમાર)નો વિશેષ આભાર માન્યો હતો.
ઋતુરાજના પિતા હાલ વલ્લભવિદ્યાનગર સ્થિત નલિની-અરવિંદ એન્ડ ટી.વી.પટેલ આર્ટસ કોલેજમાં કા.આચાર્ય તરીકે કાર્યરત છે.
ઋતુરાજ પરમારને આપણા પણ અભિનંદન.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/