fbpx
ગુજરાત

ગોઝારીયાને અલગ તાલુકો બનાવવા ફરી સરકાર પાસે દરખાસ્ત પહોંચી

મહેસાણા જિલ્લામાં ફરી એકવાર ગોઝારીયા નવો તાલુકો બનાવવા કવાયત હાથ ધરાઈ છે. ગાંધીનગર અને મહેસાણા જીલ્લાના ગામોનો નવા તાલુકામા સમાવેશ કરાશે. બંને જીલ્લાઓ પાસેથી જરુરી કામગીરી પુર્ણ કરી પુર્તતા કરવા સુચના અપાઈ છે. આ તાલુકામાં જે ગામોના સમાવેશ થવાના છે તેમના પંચાયતના ઠરાવ, સાસંદ અને ધારાસભ્ય ના સંમતિ પત્ર મંગાવાયા છે. ઉલ્લેખનીય થે કે, અગાઉ ગોઝારીયાને તાલુકો જાહેર કર્યા બાદ તેનો વિરોધ થયો હતો. ૨૦૧૨ મા સરકારે ગોઝારીયાને તાલુકા મથક બનાવી કચેરી માટે જરુરી મહેકમ મંજુર પણ કર્યુ હતું. હવે વિજાપુર, માણસા, મહેસાણા, વિસનગર, કડી, કલોલ તાલુકાના ગામો નવા તાલુકામાં લેવાશે. મહેસાણા જિલ્લામાં આવેલા ગોઝારીયા ગામને તાલુકાનો દરજ્જાે આપવાનું ભૂત અનેકવાર ધૂણ્યું છે. ત્યારે આ અંગે હવે મોટી હલચલ સરકાર તરફથી થઈ છે. રાજ્ય સરકાર પાસે વધુ એક તાલુકો બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે.

મહેસાણા જિલ્લાના ગોઝારીયાને તાલુકો બનાવવાની દરખાસ્ત સરકાર સમક્ષ મુકાઇ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ દરખાસ્તને આધારે સૂચનો મંગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા ગોઝારીયા ગામના આગેવાનો અને આસપાસના ગામડાના આગેવાનો ભેગા થઈ ગોઝારીયા વાગને તાલુકાનો દરજ્જાે આપવામાં આવે એવી રજુઆત જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી. ૩૪ થી વધુ ગામડા એક સહમત થઈ ગોઝારીયા ગામને તાલુકો જાહેર કરવા આજે તમામ આગેવાનો ભેગા થઈ કલેક્ટર ને લેખિત માં રજુઆત કરવામાં આવી હતી. અગાઉ જિલ્લામાં જાેટાણા અને ગોઝારીયા એમ બે નવા તાલુકા બનાવવાની જાહેરાત કરી હતી. જે સમયે પણ કુકરવાડા અને લાંઘણજને પણ તાલુકો બનાવવા માંગ ઉઠી હતી. વિવાદના વંટોળ વચ્ચે છેવટે જાેટાણાને તાલુકાનો દરજ્જાે અપાયો હતો અને ગોઝારીયાની બાદબાકી કરવામાં આવી હતી. જેને પગલે ગોઝારીયાના ગ્રામજનો દ્વારા પણ ઉગ્ર દેખાવ કરાયા હતા.

અનેકવાર ગોઝારીયાને તાલુકો બનાવવાની માંગ ઉઠી છે. ૧૮૦૦૦ ની વસ્તી અને ૧૧૦૦૦ મતદારો ધરાવતા ગોજારીયાએ તાલુકો બનાવવા માંગ ઉઠી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે, બે બે વખત આંદોલન કર્યા બાદ પણ હજી ગામને તાલુકાનો દરજ્જાે મળ્યો નથી. આથી હવે ફરીથી એક વખત તાલુકો બનાવવા માટે પ્રયત્નો કરવા પડે છે. શંકરસિંહની સરકારે તાલુકાનું વિભાજન કર્યું હતું અને ગોઝારીયાને તાલુકો જાહેર કર્યો. બે વર્ષ તાલુકો ચાલ્યો, મામલતદાર કચેરી પણ બરાબર રીતે કાર્યરત રહી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું અને અવગડ પડે છે એવા બહાના હેઠળ ગોજારીયાને તાલુકામાંથી રદ કર્યો. તે વખતે કોઈ અંદોલન કરેલ નહિ. વર્ષ ૨૦૧૨માં કેબિનેટમાં સાત જિલ્લાઓની અને તાલુકાઓની જાહેરાત કરી. આનંદી બહેને તાલુકો થયાની શુભેચ્છા આપી અને ઉજવણી કરવા માટે પ્રોત્સાહિત કર્યા. જેથી ઉજવણી કરી પણ પરંતુ ત્યારબાદ ગોઝારીયાને તાલુકો કર્યો નહિ.પછી બધાએ તો બહાના જ બનાવ્યા અને કોઈએ ગોજારીયાને તાલુકો કર્યો નહિ. અત્યાર સુધી કોઈ આંદોલન થયું નથી પરંતુ હવે ગોજારીયાને તાલુકો બનાવવામાં આવે એવી સર્વે ગ્રામજનોની માંગણી હોવાં ગ્રામજનોએ જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/