fbpx
ગુજરાત

અમદાવાદ અને જામનગરથી મામલતદાર અને તલાટી લાંચ લેતાં ઝડપાયાછઝ્રમ્એ છટકું ગોઠવી મામલતદાર ૧૬૦૦ રુપિયા, તલાટીને ૩૦ હજાર રુપિયા લેતાં રંગે હાથ ઝડપી લીધા

રાજ્યમાં લાંચીયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે એસીબી સપાટો બોલાવી રહી છે. શનિવારે છઝ્રમ્ એ અમદાવાદ અને જામનગર એમ બે સ્થળે ટ્રેપ કરીને મામલતદાર અને તલાટીને ઝડપી લીધા છે. જાેકે મામલતદાર ૧૬૦૦ રુપિયાની લાંચ લેતા ઝડપાયા છે, જ્યારે તલાટી ૩૦ હજાર રુપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. એસીબી ટીમે બંને લાંચ લેનારા અધિકારી અને કર્મચારી સામે કાર્યવાહી કરીને ધરપકડ કરી છે. બંને ઘટનામાં નવાઈની વાત તો એ હતી કે, મામલતદાર કક્ષાના અધિકારી પણ ૨ રુપિયા લેખે લાંચ લેતા ઝડપાયા હતા. જ્યારે તલાટી કક્ષાનો કર્મચારી મામલતદાર કરતા પણ વધારે રકમની લાંચ લેતા એસીબીએ ઝડપ્યો છે. લાંચ લેવાના બંનેના ઈરાદાને એસીબીએ ટ્રેપ ગોઠવીને પાણી ફેરવી દઈને જેલના હવાલે કર્યા છે. જામનગર જિલ્લામાં એસીબીએ લાલપુરના મામલતદાર બિપીન રાજકોટીયાના વતીથી પૈસા લેતા તેમના વચેટીયાને રંગે હાથ લાંચ લેતા ઝડપ્યો છે.

બિપીન રાજકોટીયા સાથે વાતચીત કરીને તેમના વચેટીયા ખાખાભાઈ સાગઠીયાએ લાલપુરમાં લક્ષ્મીપાર્ક મેઈન રોડ પર જ એક ખુલ્લા પ્લોટ પાસે લાંચ લેતા ઝડપી લીધો હતો. મામલતદારે ફરિયાદીની માતાની સસ્તા અનાજની દુકાને સમયાંતરે તપાસણી દરમિયાન નીલ રિપોર્ટ બતાવવા માટે લાંચની રકમ માંગી હતી. પ્રતિ રેશન કાર્ડ દીઠ રુપિયા ૨ ની માંગણી મામલતદારે માસિક ધોરણે માંગી હતી. આમ ફરિયાદીની માતાની સસ્તા અનાજની દુકાનમાં ૪૦૦ રેશનીંગ કાર્ડ હોઈ તેના લેખે માસિક ૮૦૦ રુપિયા ગણીને બે મહિનાની રકમ ૧૬૦૦ રુપિયા ચૂકવી આપવા માટે જણાવ્યુ હતુ. આમ લાંચની રકમ ખાખાભાઈને વચેટીયા તરીકે ચુકવી આપતા એસીબીએ તેમને ઝડપી લીધા હતા. રેશનીંગની દરેક દુકાનમાથી આ રીતે રકમ ઉઘરાવાતી હતી કે કેમ એ સહિતની બાબતોના સવાલ ઉભા થયા છે. અમદાવાદના દસક્રોઈ તાલુકાના કુંજાડ ગામના તલાટી અર્જૂન દયારામ શર્માએ ૩૦ હજારની લાંચની રકમ માંગી હતી. ખેડૂતે પોતાની ખેતી લાયક જમીનમાંથી પોતાના પરિવારના સભ્યો કે જે મરણ ગયેલ છે, તેમના નામ કમી કરવા માટે થઈને અરજી કરી હતી. ૭/૧૨ અને ૮-અ માંથી નામ કમી કરવા માટે ફરિયાદીએ રજૂઆત કરી હતી. જેને લઈ તલાટીએ લાંચની રકમ માંગી હતી. આથી ખેડૂતે એસીબીનો સંપર્ક સાધ્યો હતો. એસીબીએ છટકુ ગોઠવતા ગ્રામ પંચાયતની કચેરીમાં જ તલાટીએ લાંચની રકમ સ્વીકારતા જ ઝડપી લેવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/