fbpx
ગુજરાત

મિત્રો ટોણા મારતાં હતા કે, સ્ત્રી સુખ માણી શકે એવો સક્ષમ નથીમર્દાનગી સાબિત કરવા મહિલાને ઘરમાં બોલાવી, તાબે ના થતાં કરી હત્યાક્રાઈમ બ્રાન્ચે હત્યા કરનાર યુવાનની ધરપકડ કરી

અમદાવાદના નરોડા વિસ્તારમાં એક મહિલાની લાશ મળી આવી હતી. જેને લઈ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહિલાની હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસ શરુ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ દરમિયાન એક યુવાનની ધરપકડ કરી છે અને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોતાની મર્દાનગી સાબિત કરવા માટે મહિલા સાથે બળજબરી કરવાના પ્રયાસમાં તેણે હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે. આરોપી અરવિંદ વાઘેલાને તેના મિત્રો દ્વારા ટોણા મારવામાં આવતા હતા કે, સ્ત્રી સુખ માણી શકે એવો સક્ષમ નથી. જેને લઈ તેણે મહિલા સાથે શરીર સંબંધ બાંધવા માટેનુ મનથી જ નક્કી કરી લીધુ હતુ.જેથી તે પોતાના મિત્રો સામે પોતાની મર્દાનગી સાબિત કરી શકે. આ માટે તેણે એક નિર્દોષ મહિલાને પોતાનો શિકાર કરવાના પ્રયાસમાં હત્યા કરી દીધી છે. ૧૯ જુલાઈ નાં દિવસે શહેર નાં નરોડા વિસ્તાર માં આવેલ સ્વપ્નિલ આર્કેડ માં હત્યા કરાયેલી હાલત માં મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જાે કે બનાવની ગંભીરતાને ધ્યાન માં રાખી પોલીસ કમિશનર દ્વારા આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.

જે કેસ માં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળતા અરવિંદ વાઘેલા નામના શખ્સ ની ધરપકડ કરી છે. આરોપી સ્વપ્નિલ આર્કેડ સામે ચાની કીટલી ધરાવે છે.આ જ આર્કેડમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા તેના મામાના દીકરા શૈલેષ દંતાણી સાથે ત્યાં જ રહેતો હતો. ક્રાઈમ બ્રાન્ચની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી અરવિંદ વાઘેલાને થોડા સમય પહેલા જનેન્દ્રિયના ભાગે ઇજા થયેલ હોવાથી તેના મિત્રો વારંવાર ટોણા મારી કટાક્ષ કરતા હતા કે તે સ્ત્રી સુખ માણી શકે તેવો સક્ષમ નથી. જેથી આરોપીએ મનોમન નક્કી કર્યું હતું કે પોતે કોઈ સ્ત્રી સાથે સંબંધ રાખશે તો તે સાબિત કરી શકશે કે તે સક્ષમ છે. જ્યારે મૃતક મહિલા સ્વપ્નિલ આર્કેડ માં આવેલ ૫૦૧ નંબરની ઓફિસમાં સફાઈ કામ માટે આવતી હોવાની જાણ તેને હતી. નક્કી કરેલ પ્લાન મુજબ બિલ્ડિંગમાં વીજળી ન હોવાથી મૃતક મહિલા સીડી મારફતે પાંચમાં માળે આવશે અને કોઈપણ બહાના હેઠળ તેને અંદર બોલાવી સંબંધ બાંધવા માટે માંગણી કરશે તેવી તૈયારી સાથે રાહ જાેઈને બેઠો હતો. મહિલા સીડી મારફતે પાંચમાં માળે જઈ રહી હતી ત્યારે આરોપીએ બીજા માળે હોલની સફાઈ કરવાની છે તે કામ જાેઈ લેવાના બહાને તેને અંદર બોલાવીને દરવાજાે બંધ કરી દીધો હતો. ત્યારબાદ તેની સાથે સંબંધ બાંધવા માટેની માંગણી કરી હતી.

જાેકે મહિલાએ આ બાબતે સ્પષ્ટ ના પાડી પોતાને જવા દેવા માટે કહીને બૂમાબૂમ કરતા આરોપી નજીક એક લોખંડના રોડ વડે મહિલાને માથાના ભાગે ફટકા મારી તેની હત્યા કરી દીધી હતી અને દરવાજાે લોક કરીને નાસી ગયો હતો. મહિલાની હત્યા બાદ ક્રાઇમ બ્રાંચે ૫૦૦ થી વધુ લોકોની પૂછપરછ કરી અને જગ્યાના ટાવર લોકેશન આધારે ૧૬૦૦ થી વધારે નંબરનું એનાલિસ્ટ કર્યું હતું પરંતુ હત્યા થયેલ ૨૦૧ નબરના રૂમ ની ચાવી મિસિંગ હતી જે ચાવી આરોપી અરવિંદ ફેંકી હોવાનું સામે આવતા જ હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો. જાેકે બિલ્ડીંગમાં વીજળીનું મેન્ટેનન્સ કામ ચાલતું હોવાથી વીજળી બંધ હોવાનો લાભ આરોપીએ ઉઠાવ્યો હતો. જેથી પોલીસને કોઈ સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા ન હતા. હાલમાં પોલીસએ આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ પૂછપરછ શરૂ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/