fbpx
ગુજરાત

સુરત શહે૨ પીસીબી અને એસઓજી પોલીસે ૫ ઠગબાજાેને ઝડપી પાડ્યાકોર્ટ કેસ કરવાની ધમકી આપી તેમની પાસેથી ઓનલાઈન રૂપિયા પડાવતા હતા

સુરતના ઉધના રોડના નાથુભાઈ ટાવર્સમાં ઇન્ફોસિસ સોલ્યુશન (ૈંહર્કજઅજ ર્જીઙ્મેંર્ૈહ) નામની બોગસ કંપની બનાવી વર્ક ફ્રોમ હોમના નામે ઓનલાઈન કામ આપી જુદા-જુદા બહાના હેઠળ ધમકી આપી રૂપિયા પડાવતા ૫ ઠગબાજાેને સુરત શહે૨ પીસીબી અને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા. સુરત શહે૨ પીસીબી અને એસઓજી પોલીસને ઉધના ખાડી બ્રિજની બાજુમાં આવેલ નાથુભાઈ ટાવર્સમાં ઓફિસ નંબર ૬૦૨માં કેટલા શખ્સો ઇન્ફોસિસ સોલ્યુશન નામની બોગસ કંપની ઊભી કરી નોકરી ઈચ્છુક લોકોનો સંપર્ક કરી તેમને વર્ક ફ્રોમ હોમના નામે ઘર બેઠા ડેટા એન્ટ્રી કરવાનું કામ આપ્યા બાદ તેમને જુદા-જુદા બહાના હેઠળ પોલીસ અને કોર્ટ કેસ કરવાની ધમકી આપી બળજબરી તેમની પાસેથી ઓનલાઈન રૂપિયા પડાવતા હોવાની બાતમી મળતી મળી હતી. જેના આધારે પીસીબી અને એસઓજી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઉધના રોડના નાથુભાઈ ટાવર્સમાં આવેલી ઇન્ફોસિસ સોલ્યુશન નામની બોગસ કંપની ઓફિસમાં છાપો મારી કમલેશ અશોકભાઈ ચૌહાણ, પ્રશાંત જ્ઞાનેશ્વર પાટીલ, વિશાલ સંજયભાઈ મહિરાડે, અરબાઝ અસરફ ખાન, સાગર સંતોષ મોરેને ઝડપી પાડ્યા હતા. પોલીસની પૂછપરછમાં પકડાયેલા આરોપીઓ નોકરી ઈચ્છુક લોકોનો સંપર્ક કરી તેમને ઓનલાઇન ડેટા એન્ટ્રી જાેબ વર્કનું કામ આપ્યા બાદ મોકલાવેલ લિંકમાં કરવામાં આવેલ ડેટા એન્ટ્રીમાં અગાઉથી જ સોફ્ટવેરમાં કરેલ સેટીંગ મુજબ ગ્રાહકોની ખામીઓ કાઢીને કોન્ટ્રાક્ટ ભંગ કર્યો છે. તેમ જણાવી બાદમાં પોલીસ અને કોર્ટ કેસ કરવાની ધમકી આપી તેમની પાસેથી ઓનલાઈન રૂપિયા પડાવતા હતા. આ અંગે ઉધના પોલીસે આઈટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ આગળની તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/