fbpx
ગુજરાત

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની કરાઈ અટકાયતતુષાર ગાંધીએ કહ્યું- “અંગ્રેજાે પણ આવું જ કરતા હતા..”

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની મુંબઈમાં અટકાયત કરવામાં આવી છે. તેમણે પોતે ટ્‌વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. તેમનો દાવો છે કે તે ભારત છોડો ચળવળની વર્ષગાંઠ મનાવવા બહાર ગયા હતા પરંતુ સાંતાક્રુઝ પોલીસ દ્વારા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તુષાર ગાંધીએ ટિ્‌વટર પર લખ્યું, સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલીવાર મારી અટકાયત કરવામાં આવી છે. ૯ ઓગસ્ટના રોજ, હું ભારત છોડો ચળવળની વર્ષગાંઠની ઉજવણી કરવા માટે મારા ઘરની બહાર નીકળ્યો હતો અને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં મારી અટકાયત કરવામાં આવી હતી. મને મારા દાદા-દાદી મહાત્મા ગાંધી અને બા પર ગર્વ છે જેમને અંગ્રેજાે દ્વારા આ ઐતિહાસિક તારીખે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જાે કે, ટિ્‌વટર પર યુઝરને જવાબ આપતા તુષાર ગાંધીએ કહ્યું કે ઓગસ્ટ ક્રાંતિ મેદાન સુધી શાંતિપૂર્ણ કૂચની તૈયારીઓ હતી પરંતુ તેને કાયદો અને વ્યવસ્થા માટે પડકાર તરીકે જાેવામાં આવે છે. જણાવી દઈએ કે તેમને તેમના સમર્થકો સાથે અટકાયતમાં લેવામાં આવ્યા છે.

તુષાર ગાંધીએ પોલીસ સ્ટેશનમાંથી જ ટ્‌વીટ કર્યું હતું કે તેઓ મુક્ત થતાં જ ઓગસ્ટ ક્રાંતિ મેદાન તરફ કૂચ કરશે. તેમણે કહ્યું કે, આ શહીદોને યાદ કરવાનો દિવસ છે અને ઓગસ્ટ ક્રાંતિ દિવસ ચોક્કસપણે ઉજવવામાં આવશે. જણાવી દઈએ કે તુષાર ગાંધી પણ મહારાષ્ટ્રના બુલઢાણામાં રાહુલ ગાંધી સાથે ભારત જાેડો યાત્રામાં જાેવા મળ્યા હતા. તુષાર ગાંધીનું પૂરું નામ તુષાર અરુણ ગાંધી છે, તેમનો જન્મ ૧૭ જાન્યુઆરી ૧૯૬૦ના રોજ થયો હતો. તેમના પિતા પત્રકાર અરુણ મણીલાલ ગાંધી અને તુષાર મણીલાલ ગાંધીના પૌત્ર અને મહાત્મા ગાંધીના પ્રપૌત્ર છે. ગુજરાતી શાળામાં પ્રારંભિક શિક્ષણ પછી, તુષારે મુંબઈની સરકારી ઈન્સ્ટિટ્યૂટ ઑફ પ્રિન્ટિંગ ટેક્નોલોજીમાંથી પ્રિન્ટિંગમાં ડિપ્લોમા કર્યું છે. તુષાર ગુજરાતના વડોદરામાં ૧૯૯૮માં મહાત્મા ગાંધી ફાઉન્ડેશનની સ્થાપના કરવા માટે જાણીતા છે. ૨૦૧૯ માં, તુષાર ગાંધી મહારાષ્ટ્રના જલગાંવમાં ગાંધી રિસર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર બન્યા. “લેટ્‌સ કિલ ગાંધી” (રુપા બુક્સ; ૨૦૦૭) અને “ધ લોસ્ટ ડાયરી ઓફ કસ્તુર, માય બા” (હાર્પરકોલિન્સ ઈન્ડિયા; ૨૦૨૨) ના લેખક તુષાર ગાંધી તેમના પરિવારમાં પત્ની સોનલ દેસાઈ અને બે બાળકો પુત્ર વિવાન ગાંધી અને પુત્રી કસ્તુરી ગાંધી છે. તુષાર ગાંધી તેમના પરિવાર સાથે મુંબઈમાં રહે છે. તેમની પુત્રીનું નામ કસ્તુરબા ગાંધીના નામ પરથી કસ્તુરી રાખવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/