fbpx
ગુજરાત

કેરળનું નામ ટૂંક સમયમાં બદલીને ‘કેરલમ’ કરવામાં આવશેવિધાનસભામાં ઠરાવને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યોહવે કેન્દ્ર સરકારને નામ બદલવા માટેની દરખાસ્ત મોકલાશે

કેરળનું નામ ટૂંક સમયમાં બદલીને ‘કેરલમ’ કરવામાં આવશે. આ માટે કેરળ વિધાનસભામાં આજે સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ઠરાવને આગળ વધારતા મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને કહ્યું કે રાજ્યને મલયાલમ ભાષામાં ‘કેરલમ’ કહેવામાં આવે છે, પરંતુ અન્ય ભાષાઓમાં તે હજુ પણ કેરળ છે. સીએમ વિજયને વિધાનસભામાં બંધારણની કલમ ૧૧૮ હેઠળ, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ દરમિયાન, તેમણે કેન્દ્ર સરકારને તમામ સત્તાવાર દસ્તાવેજાેમાં અને બંધારણની ૮મી અનુસૂચિમાં કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવા વિનંતી કરી હતી. કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષ યુડીએફ દ્વારા આ દરખાસ્તને કોઈપણ સુધારા અથવા ફેરફાર સૂચવ્યા વિના સ્વીકારવામાં આવી હતી. આ પછી વિધાનસભા અધ્યક્ષ એએન શમસીરે, રાજ્યનુ નામ બદલવાની દરખાસ્તના સમર્થનના આધારે સર્વસંમતિથી આ પ્રસ્તાવ પસાર કરવાની જાહેરાત કરી હતી. કેરળના મુખ્યમંત્રી વિજયને કહ્યું કે, આપણા રાજ્ય કેરળનું નામ બંધારણની પ્રથમ સૂચિમાં લખાયેલું છે. તેમણે કહ્યું કે અમે સર્વસંમતિથી કેન્દ્ર સરકારને અનુરોધ કરીએ છીએ કે, બંધારણના અનુચ્છેદ ૩ હેઠળ કેરળનુ નામ બદલીને કેરલમ કરવાનો સુધારો કરવા માટે તાત્કાલિક પગલાં ભરે અને બંધારણની આઠમી અનુસૂચિમાં ઉલ્લેખિત તમામ ભાષાઓમાં તેનું નામ બદલીને ‘કેરલમ’ કરવામાં આવે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/