fbpx
ગુજરાત

૧૦મી ઓગસ્ટ – ‘વિશ્વ સિંહ દિવસ’મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી નિમિત્તે

ગાંધીનગરથી સેટકોમ મારફત સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે સંબોધન કરશેવન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેશેમુખ્યમંત્રીના હસ્તે પુસ્તક અને એપ્લિકેશનનું લોન્ચિંગ કરાશે ઃ-(૧) ગીરના સિંહ અંગેની કોફી ટેબલ બુક “્‌રી દ્ભૈહખ્ત ર્ક ંરી દ્ઘેહખ્તઙ્મી-્‌રી છજૈટ્ઠંૈષ્ઠ ન્ર્ૈહજ ર્ક ય્ૈિ” અને “હું ગીરનો સિંહ” પુસ્તકનું વિમોચન(૨) “સિંહ સૂચના વેબ એપ” તેમજ સિંહ અંગેના ‘લાયન એન્થમ’નું લોન્ચિંગએશિયાઇ સિંહ વિસ્તારમાં ૧૦ જિલ્લાના ૭૪ તાલુકાની અંદાજે ૭ હજાર જેટલી શાળાઓ-કોલેજાેમાં સિંહ જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાશે ૧૦મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ગુજરાતભરમાં વિવિધ સ્વરૂપે ઉજવણી કરવામાં આવનાર છે. આ નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સેટકોમ મારફતે સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે ગાંધીનગરથી સંબોધન કરશે. આ ઉજવણી પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ‘વંદે ગુજરાત ચેનલ’ નંબર-૧ પર બપોરે ૧ઃ૦૦ થી ૦૧ઃ૩૦ કલાક સુધી કરવામાં આવશે. જેની લિંક મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા ફેસબુક, યુટ્યુબ, જેવા સોશિયલ મીડિયાના માધ્યમ પર કાર્યક્રમના ૧૫ મિનીટ પહેલા શેર કરવામાં આવશે એમ, નાયબ વન સંરક્ષકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સિંહ અંગેના ‘લાયન એન્થમ’ તેમજ “સિંહ સૂચના વેબ એપ”નું લોન્ચિંગ જ્યારે આઈ.એફ.એસ. ડૉ. સક્કિરા બેગમ દ્વારા નિર્મિત ગીરના સિંહ અંગેની કોફી ટેબલ બુક “્‌રી દ્ભૈહખ્ત ર્ક ંરી દ્ઘેહખ્તઙ્મી-્‌રી છજૈટ્ઠંૈષ્ઠ ન્ર્ૈહજ ર્ક ય્ૈિ” ઉપરાંત “હું ગીરનો સિંહ” પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવશે.
૧૦મી ઓગષ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ-૨૦૨૩’ની ઉજવણી નિમિતે ગ્રામીણ અને શહેરી કક્ષાએ શાળાઓ-કોલેજાેમાં વિવિધ કાર્યક્રમો દ્વારા તેમજ સોશિયલ મીડિયા, પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મીડિયા દ્વારા વર્ચ્યુઅલ રીતે કરાશે.
જેમાં ખાસ કરીને એશિયાટીક લાયન લેન્ડ સ્કેપ વિસ્તારના ૧૦ જિલ્લાના ૭૪ તાલુકાની આશરે ૭,૦૦૦થી વધુ શાળા-કોલેજાેમાં ઉજવણી કરવામાં આવશે.
સિંહ એ જૈવિક, સાંસ્કૃતિક, ધાર્મિક તેમજ પારિસ્થિતિક તંત્રની દૃષ્ટિએ આગવું મહત્વ ધરાવતી પ્રજાતિ છે. સમગ્ર વિશ્વમાં તેના સંરક્ષણ અને સંવર્ધન માટે નાગરિકોમાં જાગૃતિ આવે અને લોક ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ ઉજવણીમાં જે-તે ગામ/શહેરની શાળાના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, લોકપ્રતિનિધિઓ, ગ્રામજનો, એન.જી.ઓ.ના સભ્યો, પ્રકૃતિપ્રેમીઓ, સિંહપ્રેમીઓ, રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ શાળાએ ૧૦મી ઓગષ્ટના રોજ એકત્ર થઈ આ કાર્યક્રમમાં જાેડાશે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી બાદ શાળાના પટાંગણમાંથી નિયત કરવામાં આવેલ રૂટ પર સિંહોના મહોરા પહેરી અને બેનર લઇ સાથોસાથ સિંહ સંરક્ષણ અને સંવર્ધનને લગતા નારાઓ બોલવા સાથે ઐતિહાસિક મહારેલી કાઢશે. રેલી પૂર્ણ કરી તમામ શાળાના પટાંગણમાં એકત્ર થઇ સભાના રૂપમાં મળશે. જ્યાં શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, સ્થાનિક એકત્ર લોકો દ્વારા સિંહ પર વક્તવ્ય આપવામાં આવશે અને એશિયાઇ સિંહના સંરક્ષણ માટે સંકલ્પ-પ્રતિજ્ઞા લઈને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે.
તદુપરાંત તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ ઉજવણી કરવામાં આવશે અને જેમાં નાગરિકો દ્વારા સિંહોને લગતી પોસ્ટ જેવી કે, સિંહના ફોટોગ્રાફસ, ટૂંકા વિડીયો, ટેકસ મેસેજ, એસએમએસ, માઇક્રો બ્લોગ, ડિજિટલ ટેકનોલૉજીનો ઉપયોગ કરી શેર કરવામાં આવશે.
એશિયાઇ સિંહ માત્ર ભારતમાં ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જાેવા મળે છે તેના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનિકોનું અમૂલ્ય યોગદાન રહેલું છે. રાજ્યના વન વિભાગ અને સ્થાનિક નાગરિકોના સહિયારા પ્રયાસથી તેમજ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના પરિણામે સિંહોની વસ્તીમાં ખૂબ જ નોંધપાત્ર વધારો થયો છે.
ઉલેખનીય છે કે, વિશ્વ સિંહ દિવસની ઉજવણી રાજ્યના વન વિભાગ દ્વારા ૨૦૧૬ વર્ષથી શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, શિક્ષણ વિભાગનો સ્ટાફ, સ્થાનિક જનપ્રતિનિધિઓ, એન.જી.ઓ. ના સભ્યો, પ્રકૃતિપ્રેમીઓ, સિંહપ્રેમીઓ, ગ્રામજનોની લોકભાગીરીથી આ ઉજવણી કરવામાં આવે છે. સિંહ જાગૃતિ માટે વર્ષ ૨૦૧૬માં ૫.૪૬ લાખ નાગરિકો એકત્રિત થયા હતા જેને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ’માં સ્થાન પ્રાપ્ત થયું હતું. જ્યારે ૨૦૧૭માં ૮.૭૬ લાખ, ૨૦૧૮માં ૧૧.૦૨ લાખ, ૨૦૧૯માં ૧૧.૩૭ લાખ જેટલી મોટી સંખ્યામાં લોકભાગીદારી નિર્માણ થવા પામી હતી. વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ના વર્ષોમાં કોવિડ-૧૯ મહામારીના કારણે શાળા કક્ષાએ ગ્રામીણ-શહેર વિસ્તારમાં ઉજવણી થઈ શકી ન હોવાથી નાગરિકોના સિંહ પ્રત્યેના પ્રેમને ધ્યાને લઇ વર્ચ્યુઅલ રીતે સોશિયલ મીડિયા, પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના માધ્યમથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે ગત વર્ષ ૨૦૨૨માં સિંહ દિવસ ઉજવણી કાર્યક્રમમાં ૮ જિલ્લાના ૬૫ તાલુકાના અંદાજે ૧૩.૫૪ લાખ જેટલા નાગરિકો સહભાગી થયા હતા તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ બાબત છે તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/