fbpx
ગુજરાત

ગુજરાત હાઈકોર્ટ માં એડવોકેટ પૂનમ મહેતા ની તર્કબદ્ધ દલીલ ગ્રાહ્ય રાજકોટ મેજી નો હુકમ રદ હથિયાર પરવાનો પૂર્વવત કરવા આદેશ

રાજકોટ ના શ્રી મહેન્દ્રસિંહ જેબલીયા પાસે પુર્વજોના સમયથી હથિયાર હોવાથી કુટુંબની પરંપરા અને યાદગીરી માટે હથિયારની જરૂરીયાત હોવાનું તેમજ ૪૦ વર્ષ થી હથિયાર લાઇસન્સ ધરાવતા હોવા છતાં જીલ્લા મેજીસ્ટ્રેટ રાજકોટ તરફથી હથિયાર પરવાનો રદ કરવામાં આવેલ, તે હુકમને ગૃહ વિભાગના અધિક સચિવે પણ ગ્રાહ્ય રાખેલ, ગૃહ વિભાગના અધિક સચિવના તા.૨૦/૦૪/૨૦૨૨ નાં હુકમ વિરૂધ્ધ સ્પે.સી.એ. નં.૧૪૪૮૫૪૨૨ કરવામાં આવેલ તે પરત્વે અરજદાર પૂર્વ રાજવી પરિવારના વંશજ છે. તેઓ વારસાગત અને પરંપરાગત હથિયારો ધરાવે છે, દેશ- વિદેશમાં ઓસ્યોર ડાઇવર કે જે પ્રોફેશનલ દરિયાની અંદર ડાઉંવીંગની ટ્રેનીંગ આપવાનું કાર્ય કરે છે. તેવી અતિ પ્રતિષ્ઠિત સેવા નોકરી કરી છે. રાજકોટ તેમજ અમરેલી જીલ્લામાં ખેતીની જમીનો ધરાવે છે. સને ૧૯૯૧ થી બંદુકનો પરવાનો ધરાવતા હતા અને ત્યારથી સતત કાયદાની મર્યાદામાં તેઓ દ્વારા કોઇપણ ભંગ કર્યા વગર હથિયાર પરવાનો ધરાવતા આવેલ.

તેમના વિરૂધ્ધની ફોજદારી ફરીયાદ પુરવાર થયેલ ન હોવા છતાં જીલ્લા મેજીસ્ટ્રેટ રાજકોટ નાઓએ પરવાનો રદ કરેલ.

આ કેસમાં દામનગર ના માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા ના પુત્રવધુ એડવોકેટ પૂનમ મનન મહેતા અરજદાર તરફથી નામદાર ગુજરાત હાઇકોર્ટના અન્ય ચુકાદાઓ પર આધાર રાખીને કલેકટર શ્રી રાજકોટનો હુકમ તર્કહીન ગેરકાયદેસર અને હથિયાર ધારા-૧૯૫૯ ની જોગવાઇની વિપરીતનો હોઇને તેમજ હથિયાર પરવાનો ધરાવવા માટે આવક તેમજ ઇન્કમટેક્ષ ભરપાઇ પુરવાર કરવાનો મુદ્દો કાયદામાં છે જ નહીં તેમજ વધતી ઉંમર પણ હથિયાર ધારણ અક્રવામાં બાધા રૂપ નથી તેવો વિસ્તૃત છણાવટ ભર્યો ચુકાદો આપવામાં આવેલ છે. વધુમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે એ પણ નોંધેલ છે કે શ્રી જેબલીયા નાઓ વંશ પરંપરાગત રીતે પોતાના સ્વઉપયોગ અને સ્વરક્ષણ માટે હથિયાર તેમજ હથિયાર પરવાનો ઘારણ કરે છે તેમની પાસે તેમના પૂર્વજો દ્વારા ઉપયોગ કરેલા હથિયારો સાથે તેમની લાગણીઓના તાતણાઓ જોડાયેલ છે જે તમામ મુદ્દાઓ ધ્યાનમાં લઈને તા.૧૯/૦૭/૨૦૨૩ નાં રોજ હુકમ કરીને શ્રી મહેન્દ્રસિંહ જેબલીયાને પરવાનો આપવા આદેશ કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/