fbpx
ગુજરાત

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહેને હાઈકોર્ટમાંથી ઝટકોમાનહાનિ કેસમાં કાર્યવાહી પર થોડો સમય સ્ટે માંગતી અરજી હાઈકોર્ટે ફગાવી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટથી મોટો ઝટકો મળ્યો છે. માનહાનિ કેસમાં સ્ટે આપવાથી હાઈકોર્ટે ઈન્કાર કર્યો. કેજરીવાલ અને સંજયસિંહે હાઈકોર્ટમાં સ્ટેની માંગણી કરી હતી. બંનેએ મેટ્રો કોર્ટની કાર્યવાહી પર સ્ટે માંગતી અરજી કરી હતી. બંનેએ રિવિઝન અરજી પર ર્નિણય આવે ત્યાં સુધી રાહત આપવા માંગ કરી હતી. જેમાં હાઇકોર્ટે સ્ટે આપવાથી ઈન્કાર કર્યો છે. આમ, અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. નીચલી કોર્ટમાં કેજરીવાલે હાજર રહેવું પડશે. સાથે જ કોર્ટે કહ્યું કે, તમે જ કોર્ટને બાહેંધરી આપી હતી કે હાજર રહેશો. કોર્ટ બોલાવે ત્યારે તમારે હાજર રહેવું જાેઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે ગુજરાત યુનિવર્સિટીના માનહાનિ કેસમાં આપના નેતા સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલ બુરા ફસાયા છે.

કોર્ટમાં હાજરી પર મુક્તિ માંગતી કેજરીવાલે અરજી કરી હતી. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસે કેજરીવાલ અને સંજય સિંહના વકીલને ટકોર કરી હતી કે, તમારે કોર્ટમાં હાજર રહેવું જાેઈએ. સેશન્સ કોર્ટે કેજરીવાલની અરજી રિજેક્ટ કરી છે. ત્યારે હાઇકોર્ટે કેજરીવાલના વકીલને ટકોર કરી હતી કે, કોર્ટમાં હાજર રહેવાની બાંહેધરી બાદ પણ કોર્ટમાં હાજર રહ્યા નહીં. દિલ્હીમાં પુરની સ્થિતિ સમયે હાજર ન રહ્યા તે યોગ્ય છે. પરંતું હાલ સ્થિતિ સામાન્ય છે તો કેમ હાજર રહ્યા નહિ. અરવિંદ કેજરીવાલના વકીલે અલગ અલગ કોર્ટના ચુકાદા અને કેસો ટાંકતા હાઈકોર્ટે ટકોર કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, તમે કોર્ટને મૂંઝવવા જાેરદાર પ્રયાસો કરી રહ્યાં છો. ત્યારે વકીલે કહ્યું કે, અમારી કોર્ટે સમક્ષ એક રજૂઆત છે કે મેટ્રો કોર્ટ પર ચાલી રહેલા ટ્રાયલ સામે થોડો સમય સ્ટે આપવામાં આવે. રીવિઝન અરજી પર ર્નિણય આવે ત્યાં સુધી રાહત આપવામાં આવે. ત્યારે હાઈકોર્ટે કહ્યું કે, તમે કોર્ટ સમક્ષ હાજર રહેવા માંગો છો, ૫, ૭ કે ૧૦ દિવસ પછી. ત્યારે વકીલે કહ્યું કે, અમે પ્રિ રેકોર્ડિંગ માટે એડવોકેટ દ્વારા કરાવવા તૈયાર છીએ. કેજરીવાલની અરજી પર ગુજરાત હાઈકોર્ટે ઝટકણી કાઢતા કહ્યું કે, તમે કોર્ટને મૂંઝવણમાં મૂકી રહ્યા છે. તમને ખ્યાલ છે તમને કે આપ શું કહી રહ્યા છો. વડાપ્રધાન મોદીએ તેમની માસ્ટર્સની ગુજરાત યુનિવર્સિટીમાંથી અને ગ્રેજ્યુએશનની ડિગ્રી દિલ્હી યુનિવર્સિટીમાંથી મેળવી હતી. તેથી અરવિંદ કેજરીવાલે મોદીની શૈક્ષણિક ડિગ્રીઓ મેળવવા માટે સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનરમાં અરજી કરી હતી. જેમાં સીઆઇસીએ ૨૦૧૬માં વડાપ્રધાન કાર્યાલયના માહિતી અધિકારીઓને હુકમ કર્યો હતો કે, કેજરીવાલે માંગેલી ડિગ્રીઓ તેમને પૂરી પાડવામાં આવે. સીઆઇસીના આ હુકમથી નારાજ થઈ ગુજરાત યુનિવર્સિટીએ હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી.

ગુજરાત યુનિ.દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમ.એ પરીક્ષાના પરિણામનો રેકોર્ડ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ નરેન્દ્ર મોદીએ ૧૯૮૧થી ૧૯૮૨ દરમિયાન એમ.એ ઈન પોલિટિકલ સાયન્સ એક્સટર્નલમાં કર્યું હતું. જેમાં વેબસાઈટ પર જાહેર થયેલા રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ પાર્ટ-૧ અને પાર્ટ-૨ એમ બંને પરીક્ષામાં કુલ ૮૦૦માંથી ૪૯૯ માર્કસ મેળવીને ફર્સ્ટ ક્લાસ ગ્રેડ મેળવ્યો હતો. તમે નહીં માનો પણ મોદી પીએમની પરીક્ષામાં જેમ ફસ્ટક્લાસમાં પાસ થયા છે તેમ એમએની પરીક્ષામાં પણ ફ્સટક્લાસમાં પાસ થયા હતા. વેબસાઈટ પર જાહેર રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ એક્સટર્નલ પરીક્ષામાં કુલ ૪૯૯ માર્કસ મેળવ્યા. પાર્ટ-૧માં નરેન્દ્ર મોદીએ પોલિટિકલ સાયન્સના વિવિધ ચાર પેપરમાં ૪૦૦માંથી ૨૩૭ માર્કસ મેળવ્યા હતા. જ્યારે પાર્ટ- ૨માં વિવિધ ચાર પેપરમાં ૪૦૦માંથી ૨૬૨ માર્કસ મેળવ્યા હતા.આમ પાર્ટ-૧ અને પાર્ટ-૨માં કુલ ૮૦૦માંથી ૪૯૯ માર્કસ મેળવીને નરેન્દ્ર મોદીએ ફર્સ્ટ કલાસ ગ્રેડ મેળવ્યો હતો. નરેન્દ્ર મોદીએ એમ.એ પોલિટિકલ સાયન્સ એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે કર્યુ હતું. ગુજરાત યુનિ.દ્વારા ઓનલાઈન પહેલાંની તમામ પરીક્ષાઓનો રેકોર્ડ સ્કેનિંગ કરીને ડિજિટલાઈઝ કરવામા આવ્યા છે ત્યારે યુનિ.એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમ.એની ડિગ્રીનો રેકોર્ડ પણ સ્કેન કર્યો છે અને જેને વેબસાઈટ પર આજે ઓનલાઈન જાહેર વામાં આવ્યો છે. આ રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ જુલાઈ ૧૯૮૧માં એમ.પાર્ટ-૧ ની પરીક્ષા પાસ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/