fbpx
ગુજરાત

વલસાડ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી

વલસાડ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે વલસાડ જિલ્લામાં પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઇ પ્રાકૃતિક કૃષિના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીથી વાકેફ થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે આવેલા મહામહિમ રાજ્યપાલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ગૌશાળાની મુલાકાત પણ લીધી હતી. તેમણે ગૌશાળામાં રહેલી દેશી ગીર ગાયો અંગે જાણકારી મેળવી ગાયોને લાડુ ખવડાવીને ગૌમાતાને વંદન કર્યા હતા.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગી જીવામૃત, ઘન જીવામૃત, દશપર્ણી અર્ક, અગન્યાસ્ત્ર સહિતની તૈયાર કરેલી સામગ્રીનું નિરીક્ષણ કરી તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ સાથે ટૂંકો વાર્તાલાપ કરતાં તેમણે પ્રાકૃતિક કૃષિ માટે આપવામાં આવતી તાલીમ, માસ્ટર ટ્રેનર્સ તેમજ ખેડૂતોને કેવા પ્રકારની તાલીમ આપ્વામાં આવે છે તેમજ ખેડૂતો તરફથી કેવો પ્રતિસાદ મળે છે એ અંગે પૃચ્છા કરી તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ અંતર્ગત બનાવવામાં આવેલ મોડલ પ્રાકૃતિક ફાર્મ અંગે પણ જાણકારી મેળવી હતી.
તેમની આ મુલાકાત દરમિયાન તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, સાંસદ ડો. કે.સી.પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારી/ કર્મચારીઓ તેમજ સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/