fbpx
ગુજરાત

કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બનાવેલ વીર-વીરૂ અમૃત સરોવરની મુલાકાત

રાજકોટ. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો અભિયાનમાં છેલ્લા વર્ષમાં સુધીમાં ૧૦૫  ચેકડેમમાં ૯ અમૃત સરોવર પૂર્ણ કરેલ છે. જેમાનું એક અમૃત સરોવર રાજકોટ શહેરના વોર્ડ નં.૧૧ માં કાલાવડ રોડ, કટારીયા ચોકડી પાસે, રીંગ રોડ-૨ ની બાજુમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરની સામે બનાવેલ વીર-વીરૂ અમૃત સરોવરની કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા મુલાકાત લીધી હતી છે.

સંપુર્ણ લોક્ભાગીદારીથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૮ વીઘામાં સરેરાસ ૧૫ થી ૨૧ ફૂટ ઊંડાઈનું વીર-વીરૂ અમૃત સરોવર બનાવવામાં આવેલ છે. તેમાં વિશાળ પાણીનો જથ્થો આવવાથી ઓવરફલો થઈ ચુકેલ છે. જેનાથી રાજકોટ શહેરના આજુબાજુમાં ખેતીની જમીનમાં અને હાઈરાઈજ બિલ્ડીંગમાં પાણીના તળ ખુબ જ ઉપર આવી ગયા છે. જેથી ૫૦ થી વધુ હાઈરાઈજ બિલ્ડીંગમાં પાણીના ટેન્કર બંધ થયા છે.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઇ સખિયાએ જણાવ્યું કે પાણીની સાથે સાથે આ સરોવર સુંદર અને રમણીય પર્યટન સ્થળ પણ થઇ શકે તેમ છે. ૧૦૦ % લોકફાળાથી સરોવર તૈયાર થયું છે પરંતુ હવે આ સરોવરને સુંદર કરવા માટે વોકિંગ ટ્રેક, બાંકડા, વૃક્ષારોપણ, સ્ટ્રીટ લાઇટ અને ડેમના સંરક્ષણ માટે ગ્રીલ વગેરે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તો સુંદર અને રમણીય સ્થળ બની શકે તે માટે કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાને રજુઆત કરી હતી.

કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે પાણી બચાવવાના આ કાર્યને વધારે વેગ મળે અને આ સરોવરને વધારે સુંદર બને તેવા પ્રયાસ કરીશ અને આવતા સમયમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વીર-વીરૂ અમૃત સરોવરની મુલાકાતે આવે તેની બાહેંધરી આપી છે.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઇ સખિયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઇ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, મનિષભાઈ માયાણી, ગોપાલભાઈ બાલધા, રમેશભાઇ ઠક્કર, દિનેશભાઇ ભટ્ટ, નિતીનભાઈ દુદાણી, ભીખાલાલ સાહિયતા, કિશોરભાઇ કુંડારીયા, ભાવેશભાઈ કલોલા, ભાવેશભાઈ કાલોડિયા, ભરતભાઈ ભૂવા,રમેશભાઈ જેતાણી, વિઠલભાઈ બાલધા, રતીભાઈ ઠુંમર, ભૂપતભાઈ કાકડિયા, અશોકભાઇ મોલીયા, રંગોલી પાર્ક, તુલસી ગ્રીન, વ્હાઇટ હેવન, એટલાન્ટિયા વગેરે લોકો આ કાર્યક્રમમાં હજાર રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/