fbpx
ગુજરાત

અમદાવાદમાં ખાનગી શાળામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં શિક્ષક સસ્પેન્ડસિનિયર કેજીમાં અભ્યાસ કરતા ૫ વર્ષીય બાળકને માર માર્યાનો શિક્ષક પર આરોપ

અમદાવાદમાં ખાનગી શાળામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયા છે. ઘટના ચાંદલોડિયા બ્રિજ પર આવેલી શક્તિ સ્કૂલની છે. જ્યાં સિનિયર કેજીમાં અભ્યાસ કરતા ૫ વર્ષીય બાળકને માર માર્યાનો શિક્ષક પર આરોપ લાગ્યો છે. વિદ્યાર્થીના વાલીનો આરોપ છે કે- વાંચતા આવડતું નથી તેવું કહીને શિક્ષકે તેમના બાળકને માર માર્યો છે..બાળકના શરીર પર ઈજાના નિશાન પણ જાેવા મળ્યા છે. મહત્વનું છે કે વાલીઓ પોતાના બાળકોને સારા ભણતર અને સારા ઘડતર માટે શાળાએ મોકલે છે. શિક્ષકોનો માર ખાવા નથી મોકલતા. ભૂલ દરેકથી થતી હોય છે,, માનીએ કે વિદ્યાર્થીએ કોઈ ભૂલ કરી હશે. તો પણ તેને આ રીતે માર મારીને સજા આપવી તે અયોગ્ય અને ગેરકાયદે છે. આવા શિક્ષકો સામે કાર્યવાહી થાય તે જરૂરી છે.

સવાલ એ થાય છે કે માસૂમ ભૂલકાને મારવાનો અધિકાર શિક્ષકને કોણે આપ્યો? વિદ્યાર્થીને શાંતિથી શીખવાડવાને બદલે કેમ માર મારવામાં આવ્યો? કેમ શિક્ષક પોતાની ગરીમા ભૂલી જાય છે? વિદ્યાર્થીના પિતા પ્રમાણે, શિક્ષિકા તેમના દીકરા પર લાકડી લઈને તૂટી પડી હતી. જેના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ પણ શાળા સંચાલકે તેમને બતાવ્યા હતા. શિક્ષિકા અગાઉ પણ ઘણા બાળકોને માર મારી ચૂકી હોવાનું પણ સામે આવ્યું છે. જાેકે કોઈએ ફરિયાદ ન કરતા અન્ય ઘટનાઓ બહાર ન આવી હોય તેવું બની શકે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/