fbpx
ગુજરાત

ગુજરાતની ગર્ભવતી દુષ્કર્મ પીડિતાને સુપ્રીમકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી

ગુજરાતની ૨૭ સપ્તાહ ગર્ભવતી દુષ્કર્મ પીડિતાની ગર્ભપાતની અરજીના મામલે કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમકોર્ટે પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી છે. આજે દિવસ દરમિયાન અથવા આવતીકાલે સવારે પીડિતા હોસ્પિટલ જઈ શકે છે તેવું સુપ્રીમકોર્ટે જણાવ્યું છે. આ સ્ટેજમાં પણ સુરક્ષિત રીતે પ્રેગનન્સી ટર્મિનેટની વાત મેડિકલ રિપોર્ટમાં કરાઈ છે. વધુમાં કહ્યું કે ભ્રૂણ જીવીત રહે તો હોસ્પિટલ સુનિશ્ચિત કરશે કે બાળકને ઈન્ક્યુબેશનમાં રાખી જીવીત રાખી શકાય. બાળક જીવિત રહે તો કાયદા મુજબ બાળકને દત્તક દેવાની જવાબદારી રાજ્ય સરકારની રહેશે. હાઈકોર્ટે ગર્ભપાતનો ઈન્કાર કરતા પીડિતાએ સુપ્રીમકોર્ટમાં ચુકાદાને પડકાર્યો હતો. સુપ્રીમકોર્ટે જણાવ્યું કે હાઈકોર્ટ દ્વારા ૧૧ ઓગસ્ટના રોજ અહેવાલ રેકોર્ડ પર લેવામાં આવ્યો હતો, પરંતુ આ વાત ૧૨ દિવસ પછી ૨૩ ઓગસ્ટના રોજ સૂચિબદ્ધ કરાયો હતો. અરજદારના વકીલે બેન્ચને કહ્યું કે જે સમયે મેડિકલ બોર્ડની રચના કરી ત્યારે અરજદાર મહિલા ગર્ભાવસ્થાના ૨૬મા સપ્તાહમાં હતી. અરજદારના વકીલે કહ્યું કે અગાઉ આ મામલો ૨૩ ઓગસ્ટને બદલે ૧૭ ઓગસ્ટે લિસ્ટ કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/