fbpx
ગુજરાત

સુરતમાં ૧૫ વર્ષીય તરૂણીએ પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યોમામાએ કિશોરીને પ્રેમ સંબંધ નહીં રાખવા ઠપકો આપતા ભર્યું પગલું

સુરતમાં વધુ એક વાલીઓ માટે લાલ બત્તી કિસ્સો સામે આવ્યો છે. ડીંડોલીમાં ૧૫ વર્ષીય તરૂણીએ પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો છે. કિશોરીના ૧૬ વર્ષીય તરુણ સાથે પ્રેમ સંબંધ હતો. તરૂણી પ્રેમી સાથે વાતચીત કરતી હોવાની રેકોર્ડિંગ મામાના હાથે લાગી હતી. મામાએ કિશોરીને પ્રેમ સંબંધ નહીં રાખવા ઠપકો આપતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરમાં નાની ઉંમરે આપઘાતના પ્રયાસ કે આપઘાત કરી લેવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. એક દિવસ પહેલા જ પાંડેસરાની તરુણીએ પ્રેમ પ્રકરણમાં આપઘાત કરી લીધો હતો. ત્યારે વધુ એક કિસ્સો ડીંડોલી વિસ્તારમાં બન્યો છે.

મધુરમ સર્કલ પાસે રુદ્રાક્ષ બંગલાના બાંધકામ સાઈટ પર કામ કરતી તરુણીએ આપઘાત કર્યો છે. તરૂણી મામા સાથે નવનિર્મિત બાંધકામ સાઈટ પર કામ કરતી હતી. દરમિયાન ૧૬ વર્ષનો તરુણ તરુણીના સંપર્કમાં આવ્યો હતો અને બંનેના વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ જતા બંને વચ્ચે વાતચીત થતી હતી. સગીરા તરુણ સાથે મોબાઇલ પર વાતચીત કરતી હતી. દરમિયાન મોબાઇલમાં બંનેની વચ્ચેની વાતચીત રેકોર્ડિંગ થઈ ગઈ હતી. આ રેકોર્ડિંગ મામાના હાથે લાગી હતી. મોબાઈલ રેકોર્ડિંગમાં એવું હતું કે, તરુણ તરુણીને રાત્રિના અરસામાં મળવા બોલાવે છે અને તેને સવારે ઘરે પછી છોડી દઈ આ રીતના બંને વચ્ચે વાતચીત થાય છે. રેકોર્ડિંગ સાંભળીને મામા ચોંકી ગયા હતા.

મામાએ તરુણીને ઠપકો આપ્યો હતો કે, આ રીતના યુવક સાથે પ્રેમ સંબંધ રાખવો યોગ્ય નથી. તેની સાથે પ્રેમ સંબંધ તોડી નાંખ. સમાજમાં આપણી બદનામી થશે. મામાના હાથે પ્રેમી સાથે વાતચીતની રેકોર્ડિંગ લાગી ગયા બાદ તરુણને ઠપકો આપતા તરુણીએ કામ પર ગઈ ન હતી. અને ઘરે એકલતાનો લાભ લઇ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સગીરા મૂળ જાંબા જિલ્લાના મેદ નગરની વતની છે. તેના પિતા સુરતમાં જ નવનિર્મિત બાંધકામ સાઈટ પર કામ કરે છે. હાલ ખેતી કામને લઈ વતન ગયા હતા. તેથી તરૂણી મામા સાથે રહેતી હતી. તરુણીએ અચાનક પ્રેમ પ્રકરણમાં આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હાલ તો સમગ્ર ડીંડોલી પોલીસે કિશોરીના મૂર્તદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/