fbpx
ગુજરાત

ઈસ્કોન બ્રિજ અકસ્માત : પ્રજ્ઞેશ પટેલના જામીન નામંજૂરપ્રજ્ઞેશે મોઢાની કેન્સરની સારવાર માટે જામીન અરજી કરી હતી

અમદાવાદના ઈન્કોન બ્રિજ પર અકસ્માત સર્જી ૯ લોકોના ભોગ લેનાર તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે મેડિકલના આધારે કોર્ટમાં જામીન અરજી કરી હતી. અમદાવાદ જિલ્લા કોર્ટે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર કરી છે. નોંધનીય છે કે પ્રજ્ઞેશ પટેલે કેન્સરની સારવાર કરાવવા માટે જામીન અરજી કરી હતી. ત્યારબાદ મૃતકના પરિવારજનોના વકીલ દ્વારા વાંધા અરજી દાખલ કરવામાં આવી હતી. આ પહેલાની સુનાવણીમાં સરકારી વકીલે પણ જામીન ન આપવા કોર્ટને જણાવ્યું હતું. આ કેસમાં તથ્ય પટેલે પણ જામીન માટે અરજી કરી છે. આજે સરકારે એફિડેવિટ ફાઈલ કરી છે. મૃતકોના પરિવારજનો દ્વારા તથ્યને જામીન આપવા સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. હવે અકસ્માત સર્જી ૯ લોકોના ભોગ લેનાર તથ્યની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી થશે. કોર્ટમાં સરકારે એફિડેવિટ ફાઈલ કરી તથ્યના જામીનનો વિરોધ કર્યો છે. સરકારી વકીલે કહ્યું કે કેસ સેશન્સ કમિટ થઈ ગયો છે અને ૨૪ ઓગસ્ટે આરોપીને કોર્ટમાં રજૂ કરવાનો છે.

આરોપી તથ્ય સામે આ અકસ્માતના કેસ સિવાય અન્ય બે ગુનાઓ પણ છે. તથ્ય પર ૯ લોકોના મોતનો ગંભીર ગુનો છે. તો તેના પિતા પ્રજ્ઞેશ પર ૧૦ કેસો છે. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તથ્ય વારંવાર અકસ્માત સર્જે છે. જાે તેને જામીન આપવામાં આવે તો આવા ગુના ફરી કરી શકે છે. એફિ઼ડેવિટમાં કહેવામાં આવ્યું કે આરોપી વગદાર હોવાને કારણે સાક્ષીઓને ધમકાવી કે પૈસાની લાલચ આપી શકે છે. એટલે આ દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારના હિતને જાેતા તેના જામીન નામંજૂર કરવા જાેઈએ. અકસ્માતમાં ઈજાગ્રસ્ત પામેલ એક યુવક હજુ સારવાર હેઠળ છે. તથ્ય સામે પોલીસે ૈંઁઝ્ર ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪, ૫૦૪, ૫૦૬(૨), ૩૦૮, ૧૧૪, ૧૧૮ અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ ૧૭૭, ૧૮૯, અને ૧૩૪ અંતર્ગત ગુનો નોંધીને ૧૬૮૪ પાનાની ચાર્જશીટ રજુ કરી છે. જ્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ અકસ્માત કેસમાં પોલીસે ૈંઁઝ્રની કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪, ૩૦૮, ૫૦૪, ૫૦૬(૨) અને ઝડપથી ગાડી ચલાવવા બાદલ મોટર વ્હીકલ એક્ટ ૧૭૭, ૧૮૪ તેમજ ૧૩૪(મ્) અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/