fbpx
ગુજરાત

સંગઠનમાં નેતાઓને કાપવામાં પાટીલે જરા પણ શરમ રાખી નહી, ૧૮ જિલ્લામાં સપાટો

૧૫૬ સીટો પર વિજેતા બન્યા બાદ ભાજપના ઘણા નેતાઓના લીલી પેનથી સહી કરવાના સપનાં ચકનાચૂર થઈ ગયા છે. કોંગ્રેસમાં પાર્ટી બદલી ભાજપમાં જાેડાયાનું મોટું કારણ પણ મંત્રી પદ પણ હતું. ભાજપે રેકોર્ડબ્રેક જીત વચ્ચે મંત્રીમંડળ સૌથી નાનું બનાવવાનો ર્નિણય લેતાં આજે દરેક મંત્રી પાસે ૩થી ૪ વિભાગનો પોર્ટ ફોલિયો અને કદાવર મંત્રી પદ છે, પણ ઘણા આજે પણ અફસોસ કરી ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળના વિસ્તરણની રાહ જાેઈ રહ્યાં છે.

ભાજપે પણ મંત્રી મંડળના વિસ્તરણનું ગાજર લટકાવી ધાર્યા કામ કરાવે છે. હવે માત્ર લોકસભા જ એક આધાર છે જેમાં મંત્રી મંડળનું વિસ્તરણ થયું તો નવા નેતાઓનો સમાવેશ થશે. નહીં તો સરકાર આમ જ ૫ વર્ષ ચાલશે અને મંત્રી બનવાના સપનાં જાેનાર ધારાસભ્ય રહીને ફરી ધારાસભ્ય બની શકશે કે નહીં એના પ્લાનિંગમાં રહી જશે. સરકારમાં કોઈ બદલાવ થયો નથી, પણ પાટીલે ભવ્ય જીત બાદ પણ સંગઠનમાં મોટા ફેરફારો કર્યા છે. જે સંગઠનના જાેરે ભાજપે ૧૫૬ સીટો જીતી છે. એ સંગઠનમાં નેતાઓને કાપવામાં પાટીલે જરા પણ શરમ રાખી નથી. કોઈ પણ પાર્ટી માટે પાર્ટીનું સંગઠન અતિ મજબૂત હોવું એ જરૂરી છે. પાટીલના પ્રમુખ બન્યા બાદ ભાજપે પેજ પ્રમુખની નવી રણનીતિનો અમલ કરતાં રેકોર્ડબ્રેક રિઝલ્ટ જાેવા મળ્યા છે.

લોકસભામાં પણ ભાજપ ૨૬માંથી ૨૬ બેઠકો જીતવાના સપનાં જાેઈ રહી છે. કોંગ્રેસ અને આપ માટે ભાજપને રોકવા માટે નવી રણનીતિ ઘડવી પડશે, પણ ભાજપ પણ કોઈ કસર છોડવા માગતી નથી. જે જિલ્લામાં સંગઠનમાં ઉણપ કે એક જ પદ પર ત્રણ વર્ષથી વધુ સમય થયો હોય તેવા તમામ જિલ્લામાં ફેરફાર થયો છે. લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરી રહેલા પ્રદેશ ભાજપ સંગઠને સાબરકાંઠા જિલ્લા પ્રમુખને પણ ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થાય તે પહેલાં જ બદલી કાઢ્યા છે. ચારેક મહિનામાં ભાજપે ૩૩ માંથી ૧૮ જિલ્લાઓ અને પાંચ મહાનગરોમાંથી બે મહાનગરોના પ્રમુખ સહિતનું સંગઠન આ રીતે બદલી કાઢ્યું છે. સાબરકાંઠા જિલ્લા એકમમાં નવા પ્રમુખની નિયુક્તિ સાથે જ પ્રદેશ અનૂસુચિત જાતિ- જીઝ્ર મોરચામાં હોદ્દેદારોની પણ નિમણૂંકો કર્યાનું જાહેર કર્યું હતું

. આમ ભાજપ સંગઠનમાં કોઈ પણ કચાશ રાખવાના મૂડમાં નથી. મહામંત્રી ભાર્ગવ ભટ્ટને બાદ પત્રિકાકાંડમાં નામ આવતાં પાટીલના ખાસ ગણાતા પ્રદિપસિંહ વાઘેલાએ પણ રાજીનામુ આપ્યું છે. આ સ્થિતિમાં જ્યાં પહેલાંથી જ બે મહામંત્રીના પદ ખાલી છે તે સ્થિતિમાં એકાદ મહિનામાં પ્રદેશ સ્તરે પણ સંગઠનને પણ નવી નિયુક્તિઓ આપવામાં આવશે. લોકસભા પહેલાં ભાજપ ૨ નવા મહામંત્રીઓની નિમણુંક કરશે. હાલમાં રજની પટેલને પ્રદીપસિંહનો ચાર્જ સોંપાયો છે. વિધાનસભા ચૂંટણી બાદ એપ્રિલ મહિનાથી અત્યાર સુધીના ૧૫૦ દિવસમાં ભાજપે ૪૧ એકમોમાંથી ૨૧ જિલ્લા-મહાનગરોના સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કર્યો છે. તદ્‌ઉપરાંત પાંચ મોરચા પૈકી જીઝ્ર અને જી્‌ મોરચા પ્રદેશ ભાજપ સંગઠનમાં વર્તમાન પણ બદલ્યા છે.

આમ સંગઠનમાં ફેરફારો એ સાબિત કરે છે કે પાટીલ ક્યાંય પણ કાચું કાપવાના મૂડમાં નથી. ગુજરાતમાં પાટીલ નવા પ્રમુખ પછી હવે હોદ્દેદારોની ૩ વર્ષની ટર્મ પૂર્ણ થઈ ચૂકી માત્ર ર્ંમ્ઝ્ર મોરચામાં હોદ્દેદારોની છે. પરંતુ, આ ટર્મ પૂર્ણ થયા પહેલા એક નિયુક્તિ કરવાની બાકી રહે છે. પાંચમાંથી ૩ મોરચા, ૪૧માંથી ૨૧ શહેર- મહાનગરમાં અડધી ટર્મમાં બદલાવ કરી દેવાયો છે. આમ સરકારના મંત્રી મંડળમાં ફેરફાર થાય કે નહીં પણ સંગઠનમાં ધૂમધડાકા સાથે ફેરફાર થયા છે. પાટીલે એ સાબિત કરી દીધું છે કે કામ છે પ્રમોશન નહીં તો જગ્યા ખાલી કરો ભાજપ પાસે નેતાઓની કમી નથી. લોકસભા પહેલાં એવું પણ બની શકે કે સરકાર મંત્રી મંડળમાં પણ ફેરફાર કરે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/