fbpx
ગુજરાત

એસટી નિગમ દ્વારા તહેવારમાં ૫૦૦ એક્સ્ટ્રા બસની ૨ હજાર ટ્રીપનું એકસ્ટ્રા સંચાલન કરવામા આવશે

હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તેમજ રક્ષાબંધનનો પર્વ પણ નજીક છે. તેમજ સાતમ આઠમ સહિતના અન્ય તહેવારો પણ આવી રહ્યા છે. જે તહેવારો દરમિયાન લોકો પોતાના વતન અથવા તો પરિજનોના ઘરે મળવા, મુલાકાતે કે ફરવા જતા હોય છે. જેના કારણે એસટી બસોમાં લોકોનો ઘસારો વધી જતો હોય છે. આ ધસારાને પહોંચી વળવા માટે માટે તેમજ લોકોને હાલાકી ન પડે અને સુવિધા મળે તે માટે એસટી નિગમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે એક્સ્ટ્રા બસ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. જાેકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એસ ટી નિગમે બસ અને ટ્રીપની સંખ્યામાં વધારો કર્યો છે.

જેથી વધુ મુસાફરોને વધુ સગવડ મળી રહે. મળતી માહિતી પ્રમાણે એસટી નિગમ દ્વારા તહેવારમાં ૫૦૦ એક્સ્ટ્રા બસની ૨ હજાર ટ્રીપનું એકસ્ટ્રા સંચાલન કરવામા આવશે. શ્રાવણ માસ. રક્ષાબંધન અને અન્ય તહેવાર ને ધ્યાને રાખી આ આયોજન કરાયુ છે. તહેવાર સમયે લોકોને હાલાકી ન પડે અને સુવિધા મળી રહે તે માટેનો એસ ટી નિગમનો આ પ્રયાસ છે. તેમજ એસ ટી નિગમ જે લોજાે ગ્રૂપ ટીકીટ બુક કરાવશે તો ૪૦ થી વધુ લોકો હશે તો સ્પેશિયલ બસ આપવામાં આવશે. ૫૧ મુસાફરો ગ્રુપમાં ટીકીટ બુક કરાવશે તો ઘર સુધી બસ આપવામાં આવશે. તેમજ ગ્રૂપ ટીકીટ બુક કરાવશે તો ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

ઇન્ચાર્જ નિગમ સચિવની વાત માનીએ તો ગત વર્ષે ૪૦૦ બસની ૧૫૦૦ ટ્રીપ દોડાવી હતી. જેનાથી એસટી નિગમને અંદાજે ૬૫ લાખ આવક થઈ હતી. જેમાં આ વર્ષે મુસાફરોની સંખ્યા વધવાના અંદાજ સાથે ૫૦૦ બસ ની ૨૦૦૦ ટ્રીપ દોડાવવાનું નક્કી કરાયું છે. જેથી મુસાફરોની સંખ્યા વધુ હોય તો તેઓને અગવડતા ન પડે. તેમજ જરૂર જણાય ત્યાં ડેપો દ્વારા વધુ બસ સંચાલન કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે. જેથી તહેવાર વચ્ચે લોકો ને હાલાકી ન પડે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/