fbpx
ગુજરાત

વાપીમાં પુત્રીને વર્ષો સુધી હવસનો શિકાર બનાવનાર પિતા સામે દુષ્કર્મની ફરિયાદપોલીસે આરોપી પિતાની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો

ઔદ્યોગિક નગરી વાપીમાં એક ધનાટ્ય પરિવારમાં જધન્ય ઘટના બની છે. જેમાં એક સગા પિતાએ પોતાની જ પુત્રીને વર્ષો સુધી હવસનો શિકાર બનાવી હતી. જાેકે પીડિત પુત્રીએ માતાને જાણ કરતા જ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. અને પીડિતાએ માતાને સાથે રાખી નરાધમ પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આથી પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. ઔદ્યોગિક નગરી વાપીના એક પોસ વિસ્તારમાં રહેતા અને દમણમાં ઔદ્યોગિક વિસ્તારમાં એક કંપની ધરાવતા ધનાટય અને સુશિક્ષિત પરિવારમાં ખૂબ જ કલંકિત ઘટના બની છે. જેમાં એક ઉદ્યોગપતિ પિતા હેવાન બની અને પોતાની જ સગીર પુત્રીને વર્ષો સુધી પોતાની હવસનો શિકાર બનાવતો રહ્યો હતો.

પીડિત પુત્રી જ્યારે બાર વર્ષની હતી ત્યારથી જ આરોપી પિતા પુત્રીને અવનવી વસ્તુઓ લાવી અને લાલચ આપી શારીરિક દુષ્કર્મ આચરવાનું શરૂ કર્યું હતું. જાેકે અત્યારે પુત્રી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આથી વર્ષો સુધી પોતાની સાથે બનેલી આ કલંકિત ઘટના અંગે તેણે તેની માતા અને ભાઈને વાત કરી હતી. આથી માતાએ પીડિત પુત્રીને સાથે રાખી વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નરાધમ પિતા વિરોધ ફરિયાદ દાખલ કરાવી છે. આથી પોલીસે હવસખોર પિતાની ધરપકડ કરી તેને સળિયા પાછળ ધકેલી દીધો છે. સભ્ય સમાજને સર્મસાર કરતી આ ઘટના ની જાણ થતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પિતા પુત્રીને લાલચ આપી આવું કલંકિત કૃત્ય કરતો હતો.

જાે કે ત્યારબાદ પુત્રીને સમજ પડતા તેને પ્રતિકાર કરવાનો શરૂઆત કરી હતી. જાેકે તેમ છતાં રાક્ષસી પિતાએ પુત્રી પર બળજબરી પૂર્વક દુષ્કર્મ કરવાનું ચાલુ જ રાખ્યું હતું અને એક દિવસ પિતાની ગેરહાજરીમાં પુત્રી તેના મિત્ર સાથે બેસેલી હોવાનું આરોપી પિતા જાેઈ જતા આ વાતને લઈને પુત્રીને મિત્ર સાથેના સંબંધોની વાત પીડીતાની માતા અને મિત્રના પરિવારજનોને કહી દેવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આથી પોલીસે આ નરાધમ પિતા ની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્ય અને દેશમાં મહિલાઓ બાળકીઓ અને યુવતીઓ સાથે અવારનવાર દુષ્કર્મ અને શારીરિક શોષણની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહી છે.અનેક કિસ્સાઓમાં ભોગ બનાર પીડિતાના પરિચિત કે સ્વજનો જ શોષણ કરતા હોવાનું પણ અનેક વખત બહાર આવી ચૂકયું છે. જાેકે આ આ નરાધમ પિતાએ તો જાણે માનવતાની તમામ હદ વટાવી પોતાની જ પુત્રીને વર્ષો સુધી ધાક ધમકી અને બ્લેક મેઇલ કરી તેનું શારીરિક શોષણ કરી વર્ષો સુધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. આથી સભ્ય સમાજને કલંકિત કરતી આ ઘટના ને ગંભીરતાથી લઈ આરોપી પિતા ને દાખલારૂપ સજા ફટકારવામાં આવે તે જરૂરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/