fbpx
ગુજરાત

ડિજિટલ સાક્ષરતા પ્રોજેક્ટ અંતર્ગત તુર્કીથી ભારત આવેલા બેંગિસુ સુસારે અમદાવાદ જિલ્લાની રોપડા પ્રાથમિક શાળાની પસંદગી કરી

એક જમાનો હતો કે જ્યારે ગુરુકુળ અથવા વિદ્યાપીઠોમાં ગુરુ-શિષ્ય પરંપરા અનુસાર અધ્યયન અને અધ્યાપન થતું. સમયાનુસાર તે ઉત્તમ પધ્ધતિ હતી પણ સમયના બદલાવ સાથે રીત બદલાતી ગઇ છે. આજે વિશ્વ બદલાઈ રહ્યું છે, આજના વિશ્વમાં ઓનલાઇ શિક્ષણ અથવા કહો કે ઇન્ટરનેટથી શિક્ષણ ખૂબ વ્યાપક બનતું જઇ રહ્યું છે અને તેને આપણે અપનાવી પણ રહ્યા છીએ. જેની સાથે આજે ડિજિટલ સાક્ષરતા પણ મહત્વનું બની ગયું છે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ડિજિટલ સાક્ષરતાને ખુબ મહત્વ આપીને ઘણી યોજનાઓ અને પ્રોજેક્ટ શહેર અને ગ્રામિણ લેવલ પર શરૂ કર્યા છે.

ભારતમાં સતત વધી રહેલા ડિજિટલ સાક્ષરતાનું મહત્વ સમજવા અને તેનો વ્યાપક બાળકો સુધી વધુમાં વધુ પહોંચાડવા માટે ડિજિટલ સાક્ષરતા પ્રોજેક્ટ અંતર્ગત તુર્કીથી ભારત આવેલા બેંગિસુ સુસારે અમદાવાદ જિલ્લાની રોપડા પ્રાથમિક શાળાની પસંદગી કરી છે. એટલું જ નહીં, બેંગિસુ સુસાર પાંચ દિવસ સુધી રોપડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભણાવશે. આ અંગે વાત કરતા તુર્કીથી આવેલા બેંગિસુ સુસાર કહે છે કે, હું અત્યારે તુર્કીમાં બાયો મેડિક્લ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરું છું. મારા ડિજિટલ લિટરસી પ્રોજેક્ટ અંતર્ગત હું ભારતમાં આવી છું.

બેંગિસુ સુસારે વધુમાં કહ્યું કે, મેં મારા પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ જિલ્લાની રોપડા ગામની પ્રાથમિક શાળાની પસંદગી કરી છે. હાલમાં હું ગ્રામ્ય કક્ષાના બાળકોને ડિજિટલ સાધનોનો ઉપયોગ વિશે સમજાવી રહી છું તેમજ વિવિધ પ્રવૃતિઓ સાથે-સાથે નાટક પ્રવૃત્તિ દ્વારા બાળકોની ભાવનાત્મક અને શારીરિક જાગૃતિના વિકાસનું મહત્વ સમજાવી રહી છું. બેંગિસુ સુસાર ડિજિટલ લિટરસી ક્ષેત્રમાં કાર્ય કરવા માટે ૧૭ જુલાઇથી ભારતમાં છે. તેઓ અત્યાર સુધીમાં વારાણસીના બનારસ, રાજસ્થાન તેમજ ગુજરાતની મુલાકાત પર પહોંચ્યા હતા. આ દરમ્યાન થયેલા અનુભવના આધારે તેમણે કહ્યું કે ભારત દેશના લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે. તુર્કીથી આવેલા બેંગિસુ સુસાર રોપડા પ્રાથમિક સ્કૂલ સિવાય તેઓ રોપડા ગામની પણ મુલાકાત લેવાના છે

, ગામના વાતવરણનો અને ખેતીવાડીનો પણ અભ્યાસ કરશે અને ગ્રામજનો સાથે મુલાકાત કરીને ભારત અને ગુજરાતના કલ્ચરલ વિશે પણ જાણશે. અમદાવાદથી ૫૦ કિ.મીના અંતરે આવેલા રોપડા ગામનું વાતાવરણ જ કંઈક અલગ છે. અમદાવાદ જિલ્લાની દસક્રોઈ તાલુકાની રોપડા પ્રાથમિક શાળા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોમાં અવનવા પ્રયોગો કર્યા અને તેમાં સફળતા પણ મળી છે. અહીંની પ્રાથમિક શાળા વિજ્ઞાન વિચાર સાથે સમન્વય સાધીને અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃતિઓ, વિવિધ રમતો સાથે બાળકોને જાેડીને સર્વાંગી વિકાસ સાધી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/