fbpx
ગુજરાત

અંકલેશ્વર જીઆઇડીસીમાં ૩ વર્ષની કુમળી બાળકીને હવસનો શિકાર બનાવનાર નરાધમને પોલીસે મુંબઈથી ઝડપી પડ્યો

અંકલેશ્વર જીઆઇડીસીમાં માત્ર ૩ વર્ષની કુમળી બાળકીને હવસનો શિકાર બનાવનાર નરાધમને પોલીસે મુંબઈથી ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો છે. રક્ષાબંધનના પર્વે મુંબઈમાંરક્ષાબંધનનો તહેવાર મનાવવા પહોંચેલા આરોપીનો અહીં અગાઉથી પોલીસ ઇંતેજાર કરી રહી હતી જેને ઝડપી પડાયો હતો. ગત તા.૧૯ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર ૦૩ વર્ષની બાળકીને અહીજ કામ કરતો રામુ પ્રભુદયાલ રાજપુત રમાડવાના બહાને મકાનના બીજા માળે લઈ ગયો હતો.

આ પિશાચે બાળકી સાથે દુષ્કર્મ આચરી નાસી ગયો હતો. બનવની અંક્લેશ્વર ય્ૈંડ્ઢઝ્ર પો.સ્ટે.માં ગુ.ર.નં. પાર્ટ.છ.૧૧૧૯૯૦૨૧૨૩૦૯૨૬/૨૦૨૩ ૈંઁઝ્ર કલમ ૩૪૨, ૩૫૪, ૩૫૪(છ), ૩૫૪(મ્), ૩૭૬(૧), ૩૭૬(૨)(હ્લ), ૩૭૬(૨)(ત્ન), ૩૭૬(૩), ૩૭૬(છમ્) તથા પોક્સો એક્ટ ૪, ૬, ૮, ૧૦, ૧૨ મુજબની નોંઘી પોલીસ ઇન્સ્પેકટર બી એન સગરે આગળની તપાસ હાથ ધરી હતી. ગુનાની ગંભિરતાને ધ્યાને લઈ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારીતથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીની સત્વરે પકડી કાયદેસરની કાર્યવાહી કરવા પ્રયાસ હાથ ધર્યા હતા. આઇ.પી.એસ.અધિકારી લોકેશ યાદવ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી એક ટીમ આરોપીના મુળવતન ઉત્તરપ્રદેશ અને મુંબઈ ખાતે રવાના કરાઈ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/