fbpx
ગુજરાત

વર્ષ ૨૦૩૬ની ઓલિમ્પિકની ગેઈમ્સની યજમાની માટે ભારત સરકાર અમદાવાદની પસંદગી કરી શકે છે

૨૦૩૬ ઓલિમ્પિકની બીડ માટે ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરતાં પ્રાઇવેટ કંપનીની રચના કરવામાં આવી છે. ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની રચના કરી કંપનીમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગ, અમદાવાદ મહાનગરપાલિકા કમિશનર અને ઔડાના અધિકારીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જે ઓલિમ્પિકને લઈ તૈયારીઓ કરી રહ્યું છે અને અમદાવાદ-ગાંધીનગરની ૫૦૦ એકર જમીન ભાડા પર આપવા કે તેના પર બાંધકામ ના કરવા સૂચના અપાઈ છે. ૨૦૩૬ માં રાજ્યમાં વૈશ્વિક મહા ગેમ ઓલિમ્પિક રમાય તે માટેની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં એક કદમ આગળ વધતા રાજ્ય સરકારે ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ નામની પ્રાઇવેટ કંપની બનાવી છે.

ઝડપથી ર્નિણય લઈ શકાય તે માટે આ કંપની બનાવાય છે જેની સપ્ટેમ્બર મહિનામાં પ્રથમ બેઠક મળશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને મોટેરાની ૩૦૦ એકર તેમજ ગાંધીનગરના ભાટ સહિતની ૨૨૦ એકર જગ્યાઓ ઓલમ્પિક વિલેજ અને સ્પોર્ટ્‌સ વિલેજ બનાવવા માટે પસંદ કરાઇ છે. જેને જ લઈ બંને જિલ્લાના કલેકટરને ત્યાંની ૫૦૦ એકર જેટલી જમીન પર કોઈ પણ પ્રકારના બાંધકામ ના થાય એ માટેની સૂચના અપાઈ છે. ઓલિમ્પિક યોજવા માટે રાજ્યના ૧૩૧ સ્થળોની ચકાસણી કરવામાં આવી હતી, જે પૈકી રાજ્યની ૩૩ સાઈટ નક્કી કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં ૨૨ સિંગલ સ્પોટ્‌સ અને ૧૧ મલ્ટી સ્પોર્ટ્‌સના લોકેશન છે. અમદાવાદમાં ૧૭ ગાંધીનગરમાં ૬ અને બાકી ગુજરાતના અન્ય સ્થળોની સાઈટ પર ઓલમ્પિક રમાડવાનું આયોજન હોવાનું સામે આવ્યું છે. જેમાં સુરત અને રાજકોટમાં પણ કેટલીક ઓલમ્પિક ગેમ રમાય એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. તો આ સિવાય દરિયાઈ ગેમ માટે શિવરાજપુર બીચનો સર્વે કરાઈ રહ્યો છે તેમ જ ટ્રાયથલોન ગેમ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પોળોના જંગલના પર્વતોનો પણ સર્વે કરાઈ રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/