fbpx
ગુજરાત

વિવાદીત ભીંતચિત્રો મુદ્દે અમદાવાદના લંબે નારાયણ આશ્રમ ખાતે સાધુ સંતોની બેઠક મળીબેઠકમાં સ્વામિનારાયણ મંદિરમાં નહિ જવાનો સંકલ્પ લેવામાં આવ્યો

સાળંગપુરમાં હનુમાનજીના ભીતચિત્રોને લઈ વિવાદ વકરી રહ્યો છે. હનુમાનજીના અપમાનને લઈ સંતો અને સનાતની સમાજમાં આક્રોશ વધ્યો છે. સનાતની સાધુ-સંતો સમગ્ર વિવાદ મુદ્દે અમદાવાદના લંબે નારાયણ આશ્રમમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં સાધુ સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈપણ કાર્યક્રમમાં નહિ જવા તેમજ સ્વામિનારાયણ મંદિરમાં નહિ જવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે

. સાળંગપુર વિવાદમાં સનાતન ધર્મના સંતોએ સૌથી આકરો ર્નિણય કર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય વિરૂદ્ધ સનાતન ધર્મના સંતોએ ભગવાન રામના શપથ લીધા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયનો સામુહિક બહિષ્કારનો ર્નિણય લીધો હતો. જેમાં સનાતન ધર્મના સંતો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને મંચ પર નહીં બેસવા દે તેમજ સનાતન ધર્મના સંતોની બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયની પાકિસ્તાન સાથે તૂલના કરવામાં આવી હતી.

અમદાવાદના લંબે નારાયણ આશ્રમના સંત સંમેલનમાં મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતીજી માતા, કલ્યાણનંદ ભારતી બાપુ, સરખેજના ઋષિ ભારતી બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. લંબે નારાયણ આશ્રમ ખાતે આયોજીત બેઠકમાં ૧૧ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. લંબે નારાયણ આશ્રમ ખાતે આયોજીત બેઠકમાં ઋષિ ભારતી બાપુએ જણાવ્યું હતું કે, હનુમાનજીને દાસ બતાવી સાધુ સંતોને ઠેસ પહોંચાડી છે. ભીંતચિત્ર હટવું જાેઈએ તેવી સાધુ સંતોની માગ છે. હનુમાનજીના અપમાનથી સનાતની સંતોની લાગણી દુભાઇ છે. આ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે, તે જાેતા હવે સમાધાનકારી વલણની તાત્કાલિક જરૂર છે. સનાતન ધર્મના સંતોએ બેઠકનો દોર શરૂ થયો છે. મંગળવારે સુરેન્દ્રનગરના લીંબડીમાં શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ ખાતે સંતો-મહંતો એકઠા થશે. આ સંમેલનમાં ગુજરાત સહિત સમગ્ર દેશના સંતો-મહંતો હાજરી આપશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/