fbpx
ગુજરાત

મહંત પરમેશ્વર મહારાજ સનાતન ધર્મનું તિલક લઈને સાળંગપુર પહોંચશેબોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંત તિલક બદલવા મક્કમ

સનાતન ધર્મના સાધુ-સંતોના ઉગ્ર વિરોધ બાદ હવે વિવાદિત ભીંતચિત્રો અને મૂર્તિઓ હટાવવાની શરૂઆત થઈ છે. જેમાં સૌથી પહેલાં કિંગ ઓફ સાળંગપુરની હનુમાનજીની પ્રતિમાની નીચેના વિવાદિત ભીંતચિત્રો હટાવવામાં આવ્યા. ત્યાર બાદ કુંડળધામ સ્વામિનારાયણ મંદિરમાં વિવાદિત મૂર્તિ દૂર કરવામાં આવી. મંદિર પરિસારમાં નિલકંઠ વર્ણીને ફળાહાર કરાવતા હનુમાનજીની વિવાદિત મૂર્તિને હાલ હટાવી દેવામાં આવી છે. ત્યારે હવે કિંગ ઓફ સાળંગપુરની વિરાટ હનુમાનજીની પ્રતિમા પર સ્વામીનારાયણ પંથકના તિલકનો વિવાદ ઉઠ્‌યો છે. બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંતે પ્રતિમા પરથી તિલક બદલવાની માંગ કરી છે. આ માટે તેઓ સનાતન ધર્મનું તિલક લઈને સાળંગપુર પહોંચશે. કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાને સ્વામિનારાયણ તિલકનો વિવાદ ઉઠ્‌યો છે.

મહંત પરમેશ્વર મહારાજ તિલક બદલવા સાળંગપુર જશે. બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંત પરમેશ્વર મહારાજે આ વિશે કહ્યું કે, હનુમાનજીને સનાતન ધર્મનું તિલક લગાવવામાં આવશે. રોકડીયા હનુમાનના મહંતે ચાંદીનું તિલક બનાવડાવી આજે સાંજે ચાંદીનું તિલક લગાવવામાં આવશે. ગઈકાલે મોરબીમાં રામાનંદી સાધુ સમાજ તથા ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા કલેક્ટર કચેરીના પટાંગણમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં સાળંગપુર મંદિરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમા ઉપર જે તિલક બનાવવામાં આવ્યું છે તે તિલક બદલાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી. છેલ્લા ઘણા દિવસોથી સાળંગપુર મંદિરમાં જે વિશાળ કદની હનુમાનજીની પ્રતિમા મુકવામાં આવી છે અને તેની નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રોનો વિવાદ ચાલી રહ્યો છે અને તે ભીંત ચિત્રો હટાવવામાં આવે તેવી માંગ સાથે જુદા જુદા સમાજના સંગઠનો તથા સાધુ સમાજ દ્વારા માંગ કરવા આવી હતી. જેનો વિવાદ વકરતા ભીંતચિત્રો રાતોરાત હટાવી દેવાયા છે. ત્યારે મોરબીમાં રામાનંદી સાધુ સમાજ તથા ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચીને ત્યાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં હનુમાનજીની જે વિશાળ કદની મૂર્તિ ત્યાં સાળંગપુરના પટાંગણમાં મૂકવામાં આવી છે તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે પ્રકારનું તિલક કરવામાં આવે છે તેવું તિલક કરેલું છે તે તિલક હટાવીને ત્યાં સાધુ સમાજ દ્વારા જે તિલક કરવામાં આવે છે તે પ્રકારનું તિલક કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/