fbpx
ગુજરાત

દાંતા અને અમીરગઢ સહિતના આંતરિયાળ વિસ્તારોમાં ST બસ અનિયમિત હોવાની ફરિયાદો ઉઠીજી્‌ બસ એ સેવાનું સાધન છે, પરંતુ સરકારે તેને કમાવવાનું સાધન બનાવી દીધું : MLA કાંતિ ખરાડી

બનાસકાંઠાના દાંતા અને અમીરગઢ સહિતના આંતરિયાળ વિસ્તારોમાં જી્‌ બસ અનિયમિત હોવાની ફરિયાદો ઉઠી હતી. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી લોકોની રજૂઆતને ધ્યાને લઇ પોતે બસનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. ધારાસભ્યે રસ્તા વચ્ચે જ બસને રોકાવી, તો હકીકત સામે આવી. કાંતિ ખરાડીએ બસમાં જઇને પોતે તપાસ કરી તો જાણ થઇ કે ૬૦ની કેપેસિટીની બસમાં ૧૨૦ જેટલા પેસેન્જર ભર્યા હતા. મોટાભાગના પેસેન્જર વિદ્યાર્થીઓ જ હતા.દૃશ્યો જાેઇને ધારાસભ્યએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી અને ગંભીર આક્ષેપ કર્યા.

કાંતિ ખરાડીએ આક્ષેપ કર્યા છે, કે જી્‌ બસ એ સેવાનું સાધન છે, પરંતુ સરકારે તેને કમાવવાનું સાધન બનાવી દીધું છે. દાંતા અને અમીરગઢ સહિતના આંતરિયાળ વિસ્તારોને અવગણવામાં આવે છે. વિદ્યાર્થીઓની અનેક રજૂઆત બાદ પણ પૂરતી અને નિયમિત બસના સંચાલનમાં નિષ્ફળતા જાેવા મળી રહી છે. વિદ્યાર્થીઓને રોજ અવરજવર કરવા માટે પારાવાર મુશ્કેલી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, લોકોએ અનેક વખત રજૂઆત કરી છે, છતાં સ્થિતિ આવી જ છે. સલામત સવારીના સૂત્ર સાથે ચાલતી જી્‌ બસ જાેખમી સવારી લઇને નીકળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/