fbpx
ગુજરાત

૬ ગુનાઓમાં વોન્ટેડ અને ૨૬ ગુનાઓમાં આરોપી કુખ્યાત બુટલેગર અશૉક ઉર્ફે મારવાડી ઝડપાયો

ગુનાઓની ખુબ લાંબી ક્રાઇમ હિસ્ટ્રી ધરાવતા કુખ્યાત બુટલેગર અશૉક ઉર્ફે મારવાડી કેશરીમલ માલીની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ બુટલેગર દક્ષિણ ગુજરાતની પોલીસને દારૂના વેપલાથી દોડતી રાખે છે. આરોપી ૬ ગુનાઓમાં વોન્ટેડ જયારે ૨૬ ગુનાઓમાં આરોપી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ દ્વારા ન્ઝ્રમ્ ની ટીમને ભરૂચ જીલ્લામાં ભૂતકાળના સમયમાં પ્રોહિબિશનનો મોટી માત્રામાં જથ્થો પકડાયેલ હોય તેવા ગુનાઓમાં મુખ્ય સુત્રધાર આરોપીઓ વોન્ટેડ હોય તે આરોપીઓને સ્તવરે ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી સઘન પ્રયત્નો હાથ ઘરવામાં આવ્યા હતા. ન્ઝ્રમ્ પોલીસ સબ ઇન્સપેક્ટર પી એમ વાળા નાઓની ટીમને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ભરૂચ , નર્મદા અને સુરત ગ્રામ્ય જીલ્લાના દારૂની બદીના ગુનાઓમાં વોન્ટેડ આરોપી અશોક મારવાડી રહેવાસી – માંગરોળ(સુરત) મોસાલી ચોકડી નજીક ઠેંફ ૩૦૦ કર્મ ફરી રહ્યો છે.

બાતમીના આધારે માંગરોળ નજીક મોસાલી ચોકડી ખાતે વોચમાં રહી પોલીસે કુખ્યાત આરોપી અશોક મારવાડીને ઠેંફ૩૦૦ કાર સાથે ઝડપી પાડી તેને ભરૂચ ખાતે લાવવામાં આવ્યો છે. અશોક મારવાડીએ ત્રણ જિલ્લામાં કુલ ૭ ગુનાની કબુલાત કરી છે. આ આરોપી ૯વર્ષથી દારૂની બદી ફેલાવી રહ્યો છે. આરોપીને ત્રણ વખત પાસા(ઁછજીછ) થયેલ છે અને તે મહેસાણ જેલ તેમજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા કાપી આવેલ છે હાલ સુધીની તપાસમાં આ બુટલેગરનું કાર્યક્ષેત્ર ભરૂચ સુરત ગ્રામ્ય નર્મદા, વલસાડનું સામે આવ્યું છે. કુખ્યાત બુટલેગરને ઝડપી પાડવામાં ઁજીૈં પી.એમ.વાળા સાથે પોલીસકર્મીઓ હીતેષભાઇ, શ્રીપાલસિંહ, વિશાલભાઈ,સંજયદાન, અજયભાઇ, ધર્મેન્દ્રસિંહ, ગુલાબભાઈ, નરેશભાઇએ જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/