fbpx
ગુજરાત

ભાલોદ ગામમાં ૧૧ ફુટ લાંબો મગર ચઢી આવતાં લોકોમાં દોડાદોડી

ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીના કિનારે આવેલા ગામમાં મહાકાય મગર લટાર મારવા પહોંચી જતા ભય વચ્ચે આ વિશાળ મગરને જાેવા કુતુહુલ સર્જાયું હતું. સ્થાનિકોઅનુસાર મગર ૧૧ ફુટ લાંબો અને ૩૦૦ કિલો કરતા વધુ વજનનો છે.ઝઘડિયાના તાલુકાના નર્મદા કાંઠે વસેલા ભાલોદ ગામના મોટી ભાગોળ વિસ્તારમાં જમાષ્ટમીની ઉજવણી દરમિયાન મધરાતે એક મહાકાય મગર ગામના રસ્તાઓ ઉપર નજરે પડતા દોડધામ મચી હતી.આ ૧૧ ફૂટ લાંબા અને ૩૦૦ કિલો વજન ધરાવતા મહાકાય મગરે ભય ફેલાવ્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે મધરાતે મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં લટાર મારતાં મગરથી ગ્રામજનોના જીવ પડીકે બંધાયા હતા. ગામમાં મગર ઘુસી આવ્યો હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા લોકોમાં ફફડાટ સાથે કુતુહુલ જાેવા મળ્યું હતું. મગરને જાેવા ટોળા ઉમટી પડ્યા હતા. મોટી ભાગોળના રહેણાંક વિસ્તારમાં મહાકાય મગર અંગેની જાણ ઝઘડિયા વન વિભાગ અને જીવદયા પ્રેમીઓને કરવામાં આવી હતી. મહાકાય મગરને પકડવા વન વિભાગે કવાયત હાથ ધરી હતી. અંદાજિત બે કલાકની જહેમત બાદ મહાકાર મગરને ભાલોદના હનુમાન મંદિર પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. વન વિભાગે મગરને પાંજરામાં પુરતા ગ્રામજનોના જીવમાં જીવ આવ્યો હતો. પાંજરે પુરાયેલા મહાકાય મગરને સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/