fbpx
ગુજરાત

સુરતમાં ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર પર પોલીસનો દરોડો

શહેરમાં ચાલતા કોલ સેન્ટરો સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે સલાબતપુરા પોલીસે વધુ એક કોલ સેન્ટર પર છાપો મારી એક મહિલા સહિત ૭ લોકોને ઝડપી પાડ્યા હતા. ઓનલાઇન એન્ટરીના ના નામે જે તે લોકો પાસેથી પૈસા પડાવતા હતા. તેમની પાસેથી કોમ્યુટર, પેન ડ્રાઇવ અને મોબાઈલ સહિત રૂ ૨.૫૫ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. સુરતના સલાબતપુરામાં ગેરકાયદેસર ચાલી રહેલા કોલ સેન્ટર પર બાતમીના આધારે પોલીસનો છાપો માર્યો હતો. જેમાં મહિલા સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ડેટા એન્ટ્રીના નામે લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી. ૮૦થી ૮૫ ટકા નીચે કામ થાય તો કોન્ટ્રાકટર ભંગના નામે રૂપિયા પડાવવામાં આવતા હતા.

કોન્ટ્રાકટ ભંગના નામે પોલીસ કેસ કરવાની ધમકી આપી વકીલના લેટર પેડ પર નોટિસ મોકલવામાં આવતી હતી. કેસ કરવાની ધમકી ઓનલાઈન અલગ અલગ બેંક ખાતામાં રૂપિયા પડાવી લેવામાં આવતા હતા.આરોપીઓ દ્વારા ગુગલ પર કવિકર.ડો.કોમ પર પૈસા ભરી ગ્રાહકોના મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી મેળવવામાં આવતી હતી. ગ્રાહકોનો વોટ્‌સએપ ઠકી સંપર્ક કરવામાં આવતો હતો. આરોપીઓએ “પ્રિવેન્ટ એન્ટરપ્રાઇઝ “નામથી કંપની શરૂ કરી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા હતા. કોલ સેન્ટર પરથી પોલીસે બે કોમ્પ્યુટર સેટ,નવ મોબાઈલ,કી-પેડવાળા ૧૧ મોબાઈલ,લેપટોપ,પેનડ્રાઇવ સહિતનો રૂ ૨.૫૫ લાખની મત્તાનો મુદ્દામાલ કર્યો જપ્ત કરાયો છે. પોલીસ પૂછપરછમાં તેઓએ પોતાના નામ ડાનીશ સલીમ શાહ, કામિલ શેખ, અર્શદ રફત, સાકીર પઠાણ, ઇમરાન મણિયાર, સાહિલના રિયેલી સહિત સાનિયા સાકીર આસિફ પઠાણ જણાવ્યું હતું. આ ટોળકીએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે,

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/