fbpx
ગુજરાત

૨૦,૦૦૦ કરોડ નાં ગાંધીનગર મુલસાણા જમીન કૌભાંડમાં સડકથી લઇ વિધાનસભા સુધી લડત લડી લેવાનું આહવાન કરતાં જનમંચના પ્રણેતા શ્રી અમિત ચાવડા (વિરોધ પક્ષના નેતા, ગુજરાત વિધાનસભા)

·       ૨૦,૦૦૦ કરોડ નાં ગાંધીનગર મુલસાણા જમીન કૌભાંડમાં સડકથી લઇ વિધાનસભા સુધી લડત લડી લેવાનું આહવાન કરતાં જનમંચના પ્રણેતા શ્રી અમિત ચાવડા (વિરોધ પક્ષના નેતાગુજરાત વિધાનસભા)

·       સરકારની મીલીભગતથી થયેલ ૨૦,૦૦૦ કરોડના જમીન કૌભાંડની તપાસ આવતીકાલે ગુજરાત આવતા મહામહિમ રાષ્ટ્રપતિને કરવા માટેની માંગણી જનમંચ પર ખેડૂતો દ્વારા ઉઠી.

·       ગણોતિયાના ન્યાય અને અધિકાર અપાવવા તેમજ જમીન રી-સર્વે માં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિકૌભાંડો સામે ખેડૂતો ની રજૂઆત સરકારમાં સાંભળનાર કોઈ નથી તેવો આક્રોશ જનમંચમાં ખેડુતો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો.

        જનમંચના પ્રણેતા શ્રી અમિત ચાવડા ની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે જનમંચ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દાહોદમાણસાના ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન રી-સર્વેના અસરગ્રસ્ત આદિવાસી ભાઇ-બહેનો પોતાની વ્યથા ઠાલવી સરકાર દ્વારા થતા અન્યાય સામે લેખિત ફરિયાદો આપી.

         મહેસાણા સરકારી તળાવોની જગ્યા બિલ્ડરો દ્વારા પચાવી લેતા તેની સામે લડતા ગ્રામજનો આજે મોટી સંખ્યામાં ઉપરોક્ત બાબતે રજૂઆત કરવા જનમંચ પર પહોચ્યા.

         આજરોજ ગાંધીનગર ખાતે જનમંચ કાર્યક્રમમાં વહિવટી અને સત્તાપક્ષની મિલીભગતથી ગાંધીનગર મુલસાણા ગામની 20,000 કરોડની જમીન કૌંભાંડની ફરીયાદ કરવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો આવી પહોંચ્યા અને પોતાની વ્યથા ઠાલવી. આ સિવાય સુરેન્દ્રનગરમહેસાણા જીલ્લાના સ્થાનિક ગ્રામ્ય આગેવાનો દ્વારા પણ ભાજપના શાસનમાં લાખો હેકટર ગૌચરની જમીન પોતાના મળતિયા ભૂમાફિયા અને બિલ્ડરો ને પધરાવી દઈ કરોડો રૂપિયાના જમીન કૌંભાંડની લેખિત ફરિયાદો આપવામાં આવેલ.

         ઉપરોક્ત કાર્યક્રમમાં જનમંચના પ્રણેતા શ્રી અમિત ચાવડા દ્વારા ઉપરોક્ત ફરિયાદો સ્વીકારી આવનાર દિવસોમાં આ બાબતે સડકથી લઇ વિધાનસભા સુધી જન આંદોલન દ્વારા જમીન કૌંભાંડને ઉજાગર કરી ખેડૂત અને ગણોતિયાના હક્ક અધિકાર માટે ન્યાય ની લડાઈ લડી લેવા આહવાન કરવામાં આવેલ. શ્રી અમિત ચાવડા એ જણાવેલ કે ગાય માતા ના નામે ચરીને સરકારમાં આવેલા કૌભાંડી પાડાઓ ગૌચરની જમીન અને ગ્રામ્ય તળાવોની જમીન પચાવવાનું સુનિયોજિત ષડયંત્ર ચલાવી રહયા છે જેની સામે અવાજ ઉઠાવવો જરૂરી છે જેમાં જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ અને તેનાં ધારાસભ્યો આપસૌની આ લડાઈમાં આપની સાથે જ છે અને દોષિતોને ખુલ્લા પાડી ન્યાય ના મળે ત્યાં સુધી લડવા તત્પર છે.

         આ જનમંચ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ, ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણી (વડગામ)ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર (વાવ)ધારાસભ્ય શ્રી વિમલ ચુડાસમા (ગીર -સોમનાથ)ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ (લુણાવાડા)ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી ઋત્વિજ મકવાણા, પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોરપુર્વ ધારાસભ્ય શ્રી બાબુજી ઠાકોર અને ગુજરાત કિસાન કૉંગ્રેસના ચેરમેન શ્રી પાલ આંબલીયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ અમિત નાયક ઉપસ્થિત રહ્યા હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/