fbpx
ગુજરાત

નાયબ મામલતદારનું ખોટું આઈકાર્ડ બનાવી ફરતો શખ્સ ઝડપાયોગુજરાત સરકારના રેવન્યુ વિભાગનો નાયબ મામલતદાર બની રોફ જમાવતો હતો

વધુ એક વખત ગુજરાત સરકારનો નકલી અધિકારી અમદાવાદ ર્જીંય્ ક્રાઇમ બ્રાંચ એ ઝડપી પાડયો છે. આ વખતે નકલી ગુજરાત સરકારના રેવન્યુ વિભાગનો નાયબ મામલતદાર બની રોફ જમાવતો ઝડપાયો છે. ઉલ્લેખનીય છે કે આ નકલી અધિકારી પર લાખોની છેતરપિંડીની પણ ફરિયાદ નોંધાયેલ છે. ર્જીંય્ ક્રાઇમે ધરપકડ કરેલા શખ્સનું નામ કિરીટ અમીન છે. જેના પર આરોપ છે કે ગવર્નમેન્ટ ઓફ ગુજરાત રેવન્યુ ડિપાર્ટમેન્ટ નાયબ મામલતદારનું ખોટું આઈકાર્ડ બનાવી તેનો દુરુઉપયોગ કરવાનો સાથે આ નકલી નાયબ મામલતદાર કિરીટ અમીન પર વલસાડના ધરમપૂર પોલીસ સ્ટેશનમાં ૧૨ લાખની છેતરપિંડીની ફરિયાદ અને અમદાવાદ જીલ્લાના કેરાળા ય્ૈંડ્ઢઝ્ર પોલીસે સ્ટેશનમાં ૩૯ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ચુકી છે.

હાલ તે બંને ગુનામાં ફરાર છે. ર્જીંય્ ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે કિરીટ અમીન નામનો શખ્સ વલસાડ અને ધરમપુરના ગુનામાં ફરાર છે અને અમદાવાદ આવાનો છે તે બાતમીના આધારે પોલીસે વોચમાં બેઠી હતી અને મળી આવતા ધરપકડ કરી હતી. આ નકલી નાયબ મામલતદાર કિરીટ અમીનની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે આ નકલી ગુજરાત રેવન્યુ ડિપાર્ટમેન્ટ નાયબ મામલતદારનું આઈકાર્ડ બનાવીને પોતાના લાભ ઉઠાવતો હતો. જેમાં ગુજરાતના ટોલટેક્ષ સહીત લોકોમાં પોતાનો રૌફ જમાવતો હતો. ત્યારે ર્જીંય્ ક્રાઇમ બ્રાંચ એ તપાસ શરુ કરી છે કે આ ખોટી ઓળખ અને બનાવટી આઈકાર્ડથી આર્થિક ફાયદો કે અન્ય કોઈ ફાયદો ઉઠાવ્યો છે કે નહિ.

પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે વર્ષ ૨૦૧૬ સુધી આરોપી કિરિટ અમીન મોડાસા ખાતે રોજમદાર તરીકે નોકરી કરતો એ સમય ગાળા દરમિયાન આ આઈકાર્ડ બન્વ્યું હોઈ શકે છે. આ આઈકાર્ડ બનાવી આપવામાં અન્ય કોઈ એ મદદ કરી છે કે કેમ એ અંગે પણ તપાસ શરુ કરી છે. ર્જીંય્ની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કિરીટ અમીન પર વલસાડના ધરમપુર અને અમદાવાદ જિલ્લાના કેરાળા ય્ૈંડ્ઢઝ્ર પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ ચુકી છે, જે બંને ફરિયાદમાં આરોપી કિરીટ અમીન અને તેના સાગરીતો ગેંગ બનાવીને સસ્તું સોનું આપવાનું કહીને નકલી પોલીસ બની ફરિયાદી સાથે છેતરપીંડી કરી હતી. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપી કિરીટ અમીન આ સિવાયના અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/