fbpx
ગુજરાત

આવતીકાલથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે જશે

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે એડી ચોટીનું જાેર લગાવી રહી છે. આ વખતે રાજસ્થાનમાં ભાજપ કોઈ કસર છોડવા માંગતી નથી, ત્યારે બંને પક્ષો ચૂંટણીના પ્રચાર માટે પોતાના દિગ્ગજ નેતાઓની ફોજ ઉતારીને તમામ તાકાત લગાવી દીધી છે. ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ૧૭ સપ્ટેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજસ્થાન જવાના છે. ભૂપેન્દ્ર પટેલ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે ૧૭,૧૮ અને ૧૯ તારીખે કોટામાં સભાઓ ગજવશે. રાજસ્થાનમાં ફરીથી સત્તા મેળવવા માટે ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપે જુદા જુદા રાજ્યોમાંથી નેતાઓને પ્રચાર માટે બોલાવવામાં આવશે. આમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પણ નામ છે.

તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલથી ૩ દિવસ રાજસ્થાન પ્રવાસ પર જશે. ૧૭, ૧૮ અને ૧૯ સપ્ટેમ્બર દરમિયાન તેઓ કોટા વિધાનસભા વિસ્તારમાં સભાઓ ગજવશે અને ચૂંટણી કાર્યક્રમોમાં ભાગ લેશે. ખાસ વાત એ છે કે આ પહેલા ગુજરાત ભાજપના ૫૦થી વધુ નેતાઓ અને ધારાસભ્યો રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે જઈ ચૂક્યા છે.

ખાસ તો ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની રાજસ્થાનના સહ ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, આ વર્ષના અંતમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી બંને પક્ષો કમર કસી રહ્યા છે. ભાજપ સ્થાનિક નેતાઓ તેમજ રાષ્ટ્રીય નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ સતત રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે અને રાજસ્થાનની ગેહલોત સરકારને ઘેરી રહ્યા છે.

બીજી તરફ કોંગ્રેસ પણ કોઈ કચાશ રાખવા માંગતી નથી, કોંગ્રેસ તરફથી સીએમ અશોક ગેહલોત સહિત કોંગ્રેસના ટોચના નેતાઓ અને રાજ્ય સ્તરના નેતાઓ રાજ્યમાં કોંગ્રેસ સરકારને રિપીટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ ગુજરાતમાં વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. આજે ચોમાસું સત્રનો ચોથો દિવસ છે. આજનું સત્ર પત્યા બાદ આવતીકાલથી મુખ્યમંત્રી રાજસ્થાનમાં પ્રચારની જવાબદારી સંભાળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/