fbpx
ગુજરાત

કોમન યુનિવર્સિટી એકટ મામલે કોંગ્રેસનો વિરોધશિક્ષણના વેપારીકરણ અને શિક્ષણ ક્ષેત્રે સરકારની નીતિ સામે કોંગ્રેસના દેખાવ

ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક મૂકાયું છે. જે મામલે ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે. આ બિલ અગાઉ ૪ વાર રિજેક્ટ થયું હોવા છતાં સરકાર શિક્ષણમાં મોટા ફેરફારો કરવા અને યુનિમાં સ્થાનિક રાજકારણને ખતમ કરવા યુનિ.ઓ સરકારના હસ્તક લાવવા માગે છે. આજે આ બિલને વિધાનસભામાં મૂકાયું છે. આ મામલે કહી ખુશી કહીં ગમ જેવો માહોલ છે.

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિહ ગોહિલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આ પત્રમાં કોમન યુનિવર્સિટી એક્ટ અંગે ફેર વિચારણા કરવા માંગ કરી છે પણ સરકાર આ મામલે ઝૂકવા તૈયાર નથી. શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યા છે કે, કોમન યુનિવર્સિટી એક્ટ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા માટે નુકસાન કારક છે. સરકારી – ગ્રાન્ટ ઇન એઇડ શૈક્ષણિક શાળા – કોલેજાેને બંધ કરવા ભાજપ સરકાર આગળ વધી રહી છે. શિક્ષણના ખાનગીકરણ – વેપારીકરણને વેગ આપી રહી છે સરકાર. રાજ્ય સરકારનો હેતુ યુનીવર્સીટીઓની સ્વાયતત્તા દુર કરીને સંપૂર્ણ નિયંત્રણ લાવવાનો છે.

આ બિલને કારણે શૈક્ષણિક સ્વાયતતા અને નાણાંકીય સ્વાયતતા કોમન યુનીવર્સીટી એક્ટથી થશે ખતમ થશે. વર્ષ ૨૦૨૩નું ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક મુદ્દે ગૃહમાં ચર્ચા થઈ. જેમાં કોંગ્રેના નેતા અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં પ્રશ્નો કર્યા કે, સરકારે રજૂ કરેલું આ બીલ માછલીઓને પણ સ્વિમિંગ પૂલમાં તરવા માટેના નિયમો બનાવ્યા તે બરાબર છે. વિશ્વગૂરૂ ભાષણથી બની નહી શકાય, શિક્ષણમાં પાયાગતથી સુધારો કરવો પડશે. આ બિલ સંપૂર્ણ સરકારીકરણ છે. કુબેર ડિંડોર પ્રોફેસર પણ છે અને હવે મંત્રી પણ છે, કુંવરજી બળતરા શાળના પ્રિન્સિપાલ હતા, તેઓ હવે મંત્રી છે.

નવા બિલ થકી હવે આવા લોકો આવી શકશે નહી. આપણે મુકીએ એ જ વીસી સારા એ વિચાર જ ગુલામીનો છે. અંગ્રેજાેના સમયમાં યુનિવર્સિટી સ્વાયત્તતાનું કેન્દ્ર હતું. સરકારના આ વિધેયકથી શિક્ષણનું સરકારીકરણ થશે. કોમન એક યુનિવર્સિટી સરકારની ગુલામ બનાવશે તેવા સૂત્રોચ્ચારો સાથે કોંગ્રેસે વિધાનસભા બહાર આ બિલ અંગે દેખાવો કર્યા. શિક્ષણના વેપારીકરણ સામે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો. સાથે જ શિક્ષણની સરકારની નીતિ સામે કોંગ્રેસે આક્રમક વિરોધ દર્શાવ્યો. સાથે જ વિવાદમાં આવેલી જ્ઞાન સહાયક યોજના બંધ કરવાની પણ કોંગ્રેસે માંગણી કરી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/