fbpx
ગુજરાત

ગુજરાતમાંથી વધુ બે IAS વિજય નેહરા અને મનીષ ભારદ્વાજને દિલ્હી મોકલાયા

કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ ગુજરાત કેડરના આઇ.એ.એસ અને આઇપીએસ અધિકારીઓને દિલ્હી લઈ જવાનો સીધો રસ્તો યથાવત્‌ રહ્યો છે. અગાઉ ગુજરાત કેડરના મોદી સરકારના ખાસ ગણાતા સંખ્યાબંધ આઇએએસ અધિકારીઓ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે. ત્યારે હવે વધુ અધિકારીઓને પણ દિલ્હી જવાનો મોકો મળ્યો છે. ગુજરાતમાંથી વધુ બે આઈએએસ અધિકારી ડેપ્યુટેશન ઉપર દિલ્હી મોકલાયા છે. વિજય નેહરા અને મનીષ ભારદ્વાજને દિલ્હી મોકલાયા છે. ૨૦૦૧ ની બેચના આઈએએસ અધિકારી વિજય નેહરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં પોસ્ટીંગ અપાયું છે.

તો ૧૯૯૭ ની બેચના આઈએએસ અધિકારી મનીષ ભારદ્વાજને યુઆઈડીએઆઈમાં પોસ્ટિંગ અપાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા ૧૧ જેટલા ૈંછજીને દિલ્હીમાં બુલાવો આપ્યો છે, તમામને ડેપ્યુટેશન આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના બે આઈએએસ ઓફિસરોને લોટરી લાગી છે. ગુજરાત કેડરના ૈંછજી વિજય નેહરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં ડેપ્યુટેશન અપાયું છે. જ્યારે મનીષ ભારદ્વાજને યુનિટ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. વિજય નેહરા ૨૦૦૧ની બેચના ૈંછજી અધિકારી છે અને હાલમાં તેઓ સાયન્સ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં સચિવ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમની પાસે ગુજરાત ઈન્ફોમિટિક્સ લિમિટેડની જવાબદારી હતી.

હવે તેમને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ હેઠળ નેશનલ ડિફેન્સ કોલેજમાં સીનિયર ડાયરેક્ટિંગ સ્ટાફ તરીકે ૫ વર્ષની નિમણૂંક આપવાામં આવી છે. વિજય નેહરા મૂળ રાજસ્થાનના સીકરના વતની છે અને તેમણે કેમેસ્ટ્રીમાં સ્જીઝ્ર અને ૈંૈં્‌ મુંબઈથી અભ્યાસ કરેલો છે. જ્યારે ૈંછજી મનીષ ભારદ્વાજ ૧૯૯૭ની બેચના અધિકારી છે. તેમને પણ ૈંછજી રુપન્દરસિંહની જગ્યાએ ૫ વર્ષ માટે મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી હેઠળ આવતા ેંૈંડ્ઢછૈંમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/