fbpx
ગુજરાત

વિધાનસભામાં સરકારે વાઈબ્રન્ટમાં થતા રોકાણ અંગે લેખિતમાં જવાબ આપ્યો

દર બે વર્ષે ગુજરાતના આંગણે વાઈબ્રન્ટ સમિટ યોજાતી હોય છે. જેમાં કરોડો રૂપિયાના રોકાણ થતા હોય છે. ત્યારે વાઈબ્રન્ટ સમિટ માત્ર લાલ ગાજર જેવું સાબિત થયું છે. વિધાનસભામાં સરકારે વાઈબ્રન્ટમાં થતા રોકાણ અંગે લેખિતમાં જવાબ આપ્યો છે. જેમાં સામે આવ્યું કે, વાઈબ્રન્ટ સમિટમાં કરોડો રૂપિયાના એમઓયુ તો થાય છે, પરંતું રોકાણ ઓછું થાય છે. ગુજરાત વિધાનસભામાં સરકારે આપેલા જવાબ અનુસાર, ૧ ઓગસ્ટ ૨૦૨૧ ખી ૩૧ જુલાઈ ૨૦૨૩ સુધીના ગાળામાં કુલ ૯ લાખ ૪૫ હજાર કરોડના રોકાણ માટે એમઓયુ થયા હતા, પરંતુ તેની સામે માત્ર ૨૧૫૫૬.૯૭ કરોડનુ જ રોકાણ આવ્યું છે.

આ ગાળામાં કુલ ૫૫૮૬૦ પ્રોજેક્ટ માટે એમઓયુ થયા હતા. કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો કે, છેલ્લાં બે વર્ષમાં વર્ષવાર ૧૦ મી વાઈબ્રન્ટ સમિટ પૂર્વે સેક્ટર વાઈઝ કેટલી રકમના એમઓયુ કરાય હતા. ત્યારે ઉદ્યોગમંત્રી દ્વારા આ સંદર્ભમાં આપવામાં આવેલા જવાબથી વાઈબ્રન્ટના મૂડીરોકાણની પોલ ખૂલી છે. સરકારે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે, ૨૦૨૧ થી ૨૦૨૨ ના ગાળમાં કુલ ૨૫ સેક્ટરમા ૫૫૮૬૦ એમઓયુ થયા હતા. જે પૈકી ૨૧ સેક્ટરમાં તો એક પૈસાનું રોકાણ આવ્યુ નથી. માત્ર ચાર સેક્ટરમાં ૨૧૫૫૭ કરોડનું રોકાણ આવ્યું છે.

બાકીના એકપણ સેક્ટરમાં એક પૈસાનું રોકામ આવ્યું નથી. કુલ ૫૫૮૬૦ પ્રોજેક્ટ માટે કરાર થયા છે, તેમાંથી માંડ ૧૯૦૬૯ પ્રોજેક્ટ કાર્યરત થયા છે, જ્યારે કે ૩૧૮૩૨ પ્રોજેક્ટ પ્રાથમિક સ્તરે છે. આજે રીતે ૧ ઓગસ્ટ ૨૦૨૨ થી ૩૧ જુલાઈ ૨૦૨૩ સુધીમાં ૪૭ પ્રોજેક્ટ માટે ૭૯૧૨૫ કરોડના સૂચિત મૂડીરોકાણની સામે માત્ર ૧ પ્રોજેક્ટ અમલી બન્યો છે, જેમાં માત્ર ૩૦ લાખનુ મૂડીરોકાણ આવ્યું છે. ગુજરાત સરકારે ૨૦૨૪ ની વાઈબ્રન્ટ સમિટ માટે તૈયારીઓ આરંભી દીધી છે. આ વખતે ગુજરાતમાં વધુ રોકાણ થાય તેવા પ્રયાસો પહેલાથી જ હાથ ધરાશે. ગુજરાત રોકાણ માટે સર્વશ્રેષ્ઠ તેવો પ્રચાર કરવા માટે ૬ આઈએએસ ઓફિસને વિદેશમાં ગુજરાતના બ્રાન્ડિંગ માટે મોકલાવમાં આવશે. ગુજરાતને વૈશ્વિક સ્તરે પ્રમોશન કરવા માટે રાજ્ય વિભાગે ૬ આઈએએસ ઓફિસને જવાબદારી સોંપી છે. આમ, આ તમામ દેશોમાં ગુજરાતની વાઈબ્રન્ટ સમિટ માટે રોડ શો પણ યોજવામાં આવએશ. જે તે દેશમાં સ્થાનિક ઉદ્યોગપતિ અને કંપનીઓના એમડીને મળીને ગુજરાતમાં વધુમાં વધુ રોકાણ આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/