fbpx
ગુજરાત

સુરતના મરીન પોલીસ મથકના ASIએ દારૂના નશામાં દેકારો બોલાવ્યો

વધુ એકવાર સુરતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતા દૃશ્યો સામે આવ્યા. મરીન પોલીસ મથકના છજીૈં જ દારૂના નશામાં રાંદેર પોલીસ મથકમાં હોબાળો કરતા જાેવા મળ્યા. છજીૈં નો પીધેલ હાલતમાં હંગામો કરતો વીડિયો વાયરલ થતા રાંદેર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ સુરતના રાંદેર પોલીસ મથકમાં બુધવારે રાતે પોલીસકર્મીઓ ફરજ બજાવતા હતા ત્યારે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં ત્રણ યુવાનો પોલીસ મથકમાં પ્રવેશ્યા હતા અને ફરિયાદ બાબતે પૂછપરછ કરતા તે ઉશ્કેરાઈ ગયો હતો. અને મોબાઈલમાં વીડિયો રેકોર્ડીંગ કરવાનું શરૂ કર્યું હતું.

જેથી પોલીસકર્મીઓએ તેને વીડિયો રેકોર્ડીંગ નહિ કરવા જણાવતા ગેરવર્તન કર્યું હતું. દરમ્યાન મરીન પોલીસ મથકમાં છજીૈં તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ ગોમાનભાઈ અને તેની પત્ની અને દીકરી પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને છજીૈં બુમાબુમ કરી હતી, દરમ્યાન ઁજીૈં એચ.એન પરમારે ત્યાં આવીને તેઓને સમજાવવા છતાં માન્યા ન હતા અને હું પોલીસ વાળો છું અને તમને બધાને જાેઈ લઈશ તેમ કહી હોબાળો મચાવ્યો. આ ઘટનાની જાણ રાંદેર પી.આઈ. ને પણ કરવામાં આવી હતી. આ દરમ્યાન ઁજીૈં બી.એસ.પરમાર ત્યાં આવી ગયા હતા અને છજીૈં.ને સમજાવવાની કોશિશ કરી હતી અને ઁજીૈંએ તમે પીધેલા છો તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ કહેતા ‘તારાથી થાય તે કેસ કરી લે’ તેમ કહ્યું હતું. આખરે આ સમગ્ર મામલે રાંદેર પોલીસે છજીૈં સુરેશભાઈ ગોમાનભાઈ ચૌહાણ વિરુદ્ધ પ્રોહી.એક્ટની કલમ ૬૬ચ૧ૃચમ્ૃ મુજબ ગુનો નોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/