fbpx
ગુજરાત

રાજકોટમાં નાકમાંથી મસો દૂર કરતા દર્દીએ દુખાવાથી મુક્તિ મેળવીમસો નાકના છિદ્રથી શરૂ થઈ છેક નાકની પાછળના તળવા સુધી પહોંચી ગયો હતો

રાજકોટના એક શખ્સના નાકમાં ૮ સેન્ટીમીટર લાંબો મસો થયો હતો. તેઓ લાંબા સમયથી મસાના દર્દથી પીડાતા હતા. ત્યારે આ દર્દીનું દૂરબીનના મદદથી સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. આ મસો એટલો લાંબો હતો કે, નાકના છિદ્રથી શરૂ થઈ છેક નાકની પાછળના તળવા સુધી પહોંચી ગયો હતો. ત્યારે નાકમાંથી મસો દૂર કરતા દર્દીએ દુખાવાથી મુક્તિ મેળવી છે. રાજકોટના લલિતભાઈ વાઘેલાનું છેલ્લા ચાર છ મહિનાથી શરદીથી નાક બંધ થઈ જતુ હતું. તેઓ લાંબા સમયથી આ તકલીફથી પીડાતા હતા. તેથી તેઓએ હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો.

જેમાં નિદાન થયું કે, તેમના જમણા નાકમાં છેક ઊંડે સુધી એક મસો હતો અને તે આગળ નાકના છિદ્રથી શરૂ થઈ છેક નાકની પાછળ તળવા સુધી પહોંચી ગયો હતો. સિટી સ્કેન કરાવતા માલૂમ પડ્યું કે, તે મસો જમણી બાજુએ સાયનસ અને આખી નાકની જગ્યામાં પ્રસરી ગયો હતો. તેથી દર્દીને ઓપરેશન માટે સમજાવી દૂરબીન એન્ડોસ્કોપ અને કેમેરા વડે સ્પેશિયલ મશિન માઇક્રોદેબરાઈથી ઓપરેશન કરાયું હતું. કોઈ પણ જાતના ચેકા ટાંકા વગર ૮ સેન્ટિમીટર જેટલો મોટો મસો નાકમાંથી બહાર કઢાયો હતો. આમ મસો દૂર થતા જ લલિતભાઈને લાંબા સમયની પીડામાંથી મુક્તિ મળી હતી.

રાજકોટના ડો.હિમાંશુ ઠક્કરે આ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી હતી. આ વિશે ડો.હિમાંશું ઠક્કરે જણાવ્યું કે, આ એક અનોખો કેસ હતો કેમ કે આટલો મોટો મસો આંખ અને મગજ સુધી પ્રસરી શકે તેમ હતો અને કાઢતી વખતે પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે તેમ હતું. કારણ કે, નાકના નાના છિદ્રમાંથી દૂરબીન વડે કાઢતી વખતે કોમ્પ્લીકેશન થવાની શક્યતા રહેલી હોય છે. પરંતુ કોઈ પણ જાતની તકલીફ વગર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. હાલ દર્દીને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવાઈ છે. આ વિશે વધુ ડૉ ઠક્કરે જણાવ્યું કે, જાે વ્યક્તિને સતત શરદી કફ જેવી સમસ્યાઓ રહેતી હોય તો તેને અવગણવી ન જાેઈએ અને વહેલી તકે નિષ્ણાત ડૉક્ટર પાસે તપાસ કરાવવી જાેઇએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/