fbpx
ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભરોસો છે, કેનેડા ગયેલાં છાત્રોનાં વાલીઓ ચિંતા મુક્તઆણંદ જિલ્લામાંથી એક હજારથી વધુ વિદ્યાર્થીઓ કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરી રહ્યા છે

ભારતના કડક વલણ બાદ કેનેડાની ટ્રુડો સરકાર નરમ પડી છે. ખાલિસ્તાની આતંકી પન્નુની ભારતીયોને દેશ છોડવાની ધમકી મુદ્દે કેનેડાના પબ્લિક સેફ્ટી વિભાગે ટ્‌વીટ કરતા લખ્યુ કે, આક્રમકતા, નફરત, ધાક-ધમકી અને ભય ઉભો કરનારાને કેનેડામાં કોઈ સ્થાન નથી. ત્યારે ભારત-કેનેડાના સંબંધો વણસતાં ગુજરાતના અનેક પરિવારો ચિંતામાં મૂકાયા છે, કારણ કે તેમના સંતાનો કેનેડામાં છે. ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધ્યો છે તેને લઈને કેનેડામાં ભણતા સંતાનોની સુરક્ષાને લઈને ગુજરાતમાં રહેતા વાલીઓમાં ચિંતા જાેવા મળી રહી છે.

આણંદ જિલ્લામાંથી એક હજારથી વધુ વિદ્યાર્થીઓ કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે અનેક યુવાનો વર્કપરમીટ પર જાેબ કરી રહ્યા છે. ત્યારે ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવને લઈને વાલીઓમાં ચિંતાની લાગણી જાેવા મળી રહી છે. જેને લઈને વાલીઓ દરરોજ કેનેડા વિડિઓ કોલ કરી પોતાના સંતાનોની સાથે વાત કરી ત્યાંની માહિતી મેળવી રહ્યાં છે.જાેકે, કેનેડામાં અભ્યાસ કે જાેબ કરતા યુવાનો હાલમાં કેનેડામાં કોઈ ચિંતાનો માહોલ નહીં હોવાનું જણાવી રહ્યા છે, જેને લઈને વાલીઓની ચિંતા પણ થોડી હળવી થઈ રહી છે.

જાે કે વાલીઓ દ્વારા તેઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ છે અને જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી કેનેડામાં એક પણ ભારતીયનો વાળ વાંકો નહિ થાય તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આણંદના મિતુલ પટેલનો દીકરો કેનેડામાં રહે છે. છતા તેઓ પોતાના દીકરાનું ટેન્શન નથી લઈ રહ્યાં. તેમણે કહ્યું હતું કે, તેમનો પુત્ર પર્વ છેલ્લા સાડા ચાર વર્ષથી કેનેડાની રજાઈના સિટીમાં સ્ટુડન્ટ વિઝા પર રહે છે.

ભારત કેનેડા વચ્ચે તણાવને લઈને સ્વાભાવિક રીતે જ માતા પિતા તરીકે તેઓને ચિંતા થાય છે. તેથી તેઓ દિવસમાં બે વાર વીડિયો કોલિંગથી પુત્ર પર્વ સાથે વાતચીત કરે છે, અને તેમના પુત્રનાં કહેવા અનુસાર હાલમાં કેનેડામાં સામાન્ય માહોલ છે, કોઈ ચિંતાની વાત નથી. જાે કે મિતુલ પટેલ અને કિરણભાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી માત્ર મારો પુત્ર નહિ પણ એક પણ ભારતીયનો વાળ પણ વાંકો નહીં થાય. સમગ્ર રાજ્યમાં આવા અનેક વાલીઓ છે, જેમના સંતાનો કેનેડામાં વસે છે કે પછી અભ્યાસ કરે છે.

તેઓ હવે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે જલ્દી ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ ઉકેલાઈ જાય. કેમ કે સંતાનને વિદેશ મોકલવા માટે પરિવારની મહેનત, લાખો રૂપિયા અને પરિવારનું ભવિષ્ય દાવ પર લાગેલા છે. કેનેડામાં વસતા ભારતીયો જ્યાં વિદ્યાર્થીઓને ચિંતા ન કરવાની સલાહ આપે છે, ત્યાં સાવચેત રહેવા પણ જણાવે છે. તેની પાછળનું કારણ છે કેનેડામાં પ્રવર્તતી અનિશ્વિતતાની સ્થિતિ. જેમના સંતાનો કેનેડામાં અભ્યાસ માટે ગયા છે, તે સ્વાભાવિક રીતે જ ચિંતામાં છે. ત્યારે અમે એવા માતાપિતા સાથે વાત કરી, જેમના સંતાનો કેનેડામાં ભણી રહ્યા છે, અથવા નોકરી કરી રહ્યાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/