fbpx
ગુજરાત

ભાજપના એક મોટા નેતાની દીકરી માટે નીટમાં કટ ઓફ ઝીરો કરવાનો ર્નિણય લેવાયો

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જ્યારથી પદ પર બિરાજમાન થયા છે, ત્યારથી તો તેઓ સરકાર અને સત્તા પક્ષની પોલ ખોલતી માહિતીનો ખુલાસો કરી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના નેતા શક્તિસિંહની વધુ એક ટિ્‌વટથી ખળભળાટ મચી ગયો છે. ભાજપના એક મંત્રીની દીકરી માટે નીટમાં માર્ક ન લાવી શક્તા તેને માર્કસ વિના પ્રવેશ મળ્યો હોવાની વાત ઉઠી છે. પીજી મેડિકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા આપીને જ પ્રવેશ મળે છે.

દેશભરમાં હજારો વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપીને મેડિકલમાં પ્રવેશ મેળવે છે. ત્યારે કોંગ્રેસના નેતા શક્તિસંહ ગોહિલે ટ્‌વીટ કર્યું કે, મને ફરિયાદ મળી છે કે ભાજપના એક મોટા નેતાની દીકરી માટે નીટમાં કટ ઓફ ઝીર કરવાનો ર્નિણય લેવાયો છે. તેમણે ટ્‌વીટમાં લખ્યું કે, મેડિકલ કોલેજમાં એડમિશન-પ્રવેશ માટે ઓલ ઈન્ડિયા નીટની પરીક્ષા લેવામાં આવે છે, જેને સુપ્રીમ કોર્ટે માન્યતા આપી છે. મને આજે કેટલાક વિદ્યાર્થીઓે એક ફરિયાદ કરી છે. તેમનું કહેવું છે કે, બીજેપીના એક મોટાજાના નેતાની દીકરી નીટમાં સારા માર્કસ લાવી શકી નથી.

તેથી આ વર્ષે મેડિકલ પીજીમાં એડમિશન નીટના માર્કસ પર નહિ આપવાનો સરકારે ર્નિણય કર્યો છે. આ સત્ય શું છે. શું તમારી પાસે તેની કોઈ પણ માહિતી હોય તો જરૂર લખો. શક્તિસિંહની આ ટ્‌વીટથી વિવાદ ઉઠ્‌યો છે. શું ખરેખબ ભાજપના નેતાની દીકરી માટે નીટમાં ઝીરો કટ ઓફ કરાયા છે. હાલ ચારેતરફ ચર્ચા ઉઠી છે. હકીકતમાં કટ ઓફ ઝીર કરવાથી નીટનું મહત્વ જ નહિ રહે. દર વર્ષે કેન્દ્ર સરકાર પીજી નીટમાં કટ ઓફ પર્સેન્ટાઈલમાં ૨૫ પર્સન્ટાઈટલનો ઘટાડો કરે છે, પરંતું આ વર્ષે પહેલીવાર પર્સેન્ટાઈલ ઘટાડીને ઝીરો કરી દેવાયા છે. જેથી હવેથી જે વિદ્યાર્થીને માઈનસ ૪૦ માર્કસ હશે તે પણ પીજી મેડિકલમાં પ્રવેશ માટે યોગ્ય ગણાશે. ત્યારે સરકારના આ ર્નિણયથી અનેક અટકળો વહેતી થઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/