fbpx
ગુજરાત

ત્રણ વર્ષ પહેલા થયેલ સગાઈ બાબતેનું લાગી આવતા હથીયાર ઉડ્યાવેર વાળવા આવેલાં ત્રણ શખ્સોએ બચાવવા પડેલ ફઈના દિકરાની કરપીણ હત્યા કરી

ભાવનગર શહેરના કરચલીયા પરાના ૬૦ ફળી વિસ્તારમાં મોડી રાત્રિના સમયે જૂની અદાવતે યુવાની હત્યા કરાઈ, ત્રણ વર્ષ પહેલા થયેલ સગાઈ બાબતેનું લાગી આવતા વેર વાળવા ત્રણ શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે ઉમલો કર્યો હતો, જેમાં બચાવવા પડેલ ફઈના દિકરાની કરપીણ હત્યા કરી નાખવામાં આવી છે. સાથે જ સગાઈ કરેલ ૨૧ વર્ષીય યુવકને ગળાના ભાગે છરી મારી દેતા તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બનાવમાં કુલ ત્રણ ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે. ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા અને સ્થિતિ પર અંકુશ લગાવવો જરૂરી બન્યો હોય એવું લાગી રહ્યું છે.

દર અઠવાડિયે કે પખવાડિયે આ પ્રકારના હત્યાના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક હત્યાની ઘટના બનવા પામી છે. ગત મોડીરાત્રિના સમયે શહેરના કરચલીયા પરા ૬૦ ફળી નામના વિસ્તારમાં દિપક મેર નામના યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેસી નાખવામાં આવ્યો હતો, ત્રણ ઈસમો દ્વારા દિપક મેર ઉપર તીક્ષ્ણ હથિયાર વડે શરીરના અનેક ભાગે જીવલેણ ઘા ઝીંકી દેતા દીપક મેર નામના યુવાનનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક ૨૧ વર્ષિય યુવાન માનવ બારૈયા ને અને તેમની માતાને પણ આ ત્રણ શખ્સો એ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી નાસી છૂટ્યા હતા, જાે કે હાલ ઇજાગ્રસ્ત માનવ બારૈયાની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહયુ છે.

જેની સારવાર ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. મોડીરાત્રિના સમયે થયેલ હત્યાના બનાવ બાદ ભાવનગર જીઁ હર્ષદ પટેલ સહિતના ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હત્યાની વિગતો મેળવી તપાસ હાથ ધરી હતી. આજથી ત્રણ વર્ષ પહેલા સમગ્ર ઘટના અંગે વેરઝેર નાં બીજ રોપાયા હતા, જેમાં પહેલા હરેશ બારૈયા નામના યુવક સાથે વીરુબેન નામની યુવતીની સગાઈ થઈ હતી પરંતુ કોઈ કારણોસર હરેશ બારૈયા એ આપઘાત કરી જીવન ટૂંકાવી નાખ્યું હતું, જે બાદ વીરુબેન નામની યુવતીની સગાઈ માનવ બારૈયા સાથે કરવામાં આવી હતી, જેનું મનદુઃખ લાગતા સમગ્ર હત્યાનો પ્લાન બનાવી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.

આ બનાવમાં માનવ નામનો યુવાન રાત્રીના સમયે દુકાન પર દૂધ લેવા ગયો હતો એ સમયે કિશન રાઠોડ, રોહિત સોલંકી અને મહેશ ઉર્ફે મયલો નામના શખ્સો અગાવ થયેલ સગાઈ બાબતનું વેર વાળવા પહોંચી ઝઘડો કરી રહ્યા હતા એ સમયે દીપક મેર પણ વચ્ચે પડ્યો હતો. જેના પર આ ત્રણ શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સાથે જ માનવ બારૈયા ને પણ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી નાસી છૂટ્યા હતા. આ હત્યાના બનાવને લઈ ભાવનગર શહેરમાં ચકચાર મચી જવા પામી છે મોડી રાત્રિના સમયે ભાવનગર એસપી હર્ષદ પટેલ, સ્થાનિક સી ડિવિઝન પોલીસ સ્ટાફ તેમજ એલસીબી અને એસઓજી ની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. હત્યા બાદ ત્રણેય હત્યારાઓ ફરાર થઈ ચૂક્યા હતા, જેને શોધવા માટે ન્ઝ્રમ્ અને એસઓજીની ટીમ કામે લાગી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/