fbpx
ગુજરાત

રિવાબા જાડેજા અને પૂનમ માડમ વચ્ચેના વિવાદોનો અંતપૂનમ માડમના જન્મદિવસે રિવાબા તેમને ગળે લગાડીને ભેટી

આજે જામનગરમાં સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસ નિમિત્તે નિશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયુ હતું. આ પ્રસંગે અનોખું દ્રશ્ય જાેવા મળ્યું હતું. એક મહિના પહેલા જાહેરમાં બાખડી પડેલા બેન અને બાનું મિલન જાેવા મળ્યું. વિવાદને નેવી મૂકી ધારાસભ્ય રિવાબાએ પૂનમબેનને ભેટી શુભેચ્છા પાઠવી હતી. વિવાદને ભૂલી રિવાબા પૂનમબેનને ભેટી પડ્યા, ૨૭ સેકન્ડ સુધી બંનેએ એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના સેવા પખવાડિયા ઉજવણી અંતર્ગત આજરોજ જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે પોતાના જન્મદિવસ નિમિત્તે નિશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું. આ કાર્યક્રમ દરમ્યાન સાંસદ પૂનમબેન માડમે જન્મદિન નિમિતે હાલરના ૧૦૦૮ કુપોષિત બાળકોને દત્તક લેવાની પ્રેરણાદાયી જાહેરાત કરી છે.

કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને તમામ વિવાદને નેવી મૂકી ધારાસભ્ય રિવાબાએ પૂનમબેન માડમને ભેટી જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમનો આજે જન્મ દિવસ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના સેવા પખવાડિયા ઉજવણી અંતર્ગત હરિયા કોલેજ ખાતે મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું.

આ સર્વ રોગ નિદાન કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા ચેકીંગ અને વિના મૂલ્યે દવા આપવામાં આવી અને મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. જામનગરમાં છેલ્લા ચાર વર્ષથી સાંસદ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવે છે. ખાસ કરીને સાંસદ પૂનમબેન માડમે ૧૦૦૮ કુપોષિત બાળકોને દત્તક લીધા હતા અને કુપોષિત બાળકોને સાંસદના હસ્તે કીટ વિતરણ કરવા આવી. સાંસદ પૂનમબેન માડમે જન્મદિનને મોટો સંકલજાહેર મોટો સંકલ્પ લીધો છે. ૧૦૦૮ કુપોષિત બાળકોને દત્તક લેવાની સાંસદ પૂનમબેન માડમની પ્રેરણાદાયી જાહેરાત કરી છે.

આ સર્વરોગ નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. ઉલ્લેખનીય છે કે, ઉલ્લેખનીય છે કે, રીવાબા અને પૂનમ માડમ વચ્ચેનો ખટરાગ જગજાહેર છે. જામનગરમાં સ્ન્છ રિવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમ અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા હતા. તેના બાદ રિવાબા જાડેજાના જન્મદિન પર આયોજિત કાર્યક્રમમાં પૂનમ માડમ દિલ્હીથી ખાસ ચાર્ટર્ડ પ્લેન કરીને જામનગર આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/