fbpx
ગુજરાત

દાદર હવેલીમાં ઘરનો નોકર જ તિજાેરી સાફ કરીને ભાગી ગયો

જાે આપ ઘરમાં કોઈપણ જાતની ખાતરી કે ઓળખ વિના કોઈ ને નોકર તરીકે રાખી રહ્યા હોય તો ચેતી જજાે. કારણ કે ખાતરી કર્યા વિના રાખેલા નોકર કોઈ દિવસ આપના ઘરની તિજાેરીનું તળિયું પણ સાફ કરી શકે છે. અને તમને લૂંટાવાનો વારો આવી શકે છે. આવી જ એક ઘટના સંઘ પ્રદેશ દાદર હવેલીમાં બની છે. જાે કે ચોંકાવનારી વાતે છે કે ઘરમાં લાખો રૂપિયાની ચોરી થઈ હોવા છતાં પણ પરિવાર અજાણ હતું. પરંતુ વાપી ટાઉન પોલીસે જાણ કર્યા બાદ પરિવારને જાણ થઈ હતી કે તેમના ઘરમાં લાખો રૂપિયાની ચોરી થઈ હતી. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારમાં આવેલા આ બંગલામાં થોડા દિવસ અગાઉ ચોરી થઈ હતી. જાેકે ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હોવા છતાં પણ પરિવાર તેનાથી અજાણ હતું.

પરંતુ પરિવારને વાપી ટાઉન વાપી પોલીસે જાણ કર્યા બાદ જ ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. બનાવની માહિતી એવી છે કે, વાપી ટાઉન પોલીસ ગણેશ મહોત્સવ દરમિયાન રાત્રી પેટ્રોલિંગમાં હતી. એ વખતે વાપીના ગીતા નગર પોલીસ ચોકી નજીક એક રીક્ષામાં બેસેલા બે યુવકોની વર્તુંણક શંકાસ્પદ લગતા પોલીસે રિક્ષા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું રીક્ષામાં સવાર બે યુવકો પોલીસને જાેઈને ભાગ્યા હતા. આથી પોલીસની શંકા વધુ મજબૂત થતાં પોલીસે પીછો કરી આ બંનેને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા યુવકો પાસેથી મળેલી બેગ ખોલી જાેતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે બેગમાં લાખો રૂપિયાની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના હોવાનું દેખાયું હતું. આથી પોલીસે બેગમાં રહેલા લાખો રૂપિયાના મુદ્દા માલ સહિત બંને આરોપીઓની અટકાયત કરી હતી. વાપી પોલીસે ૧.૬૧ લાખ રોકડા અને ૧૮.૫૦ લાખના સોનાના દાગીના સહીત કુલ ૨૦ લાખનો મુદ્દમાલ જપ્ત કર્યો છે.

વાપી ટાઉન પોલીસની સતર્કતાને કારણે ઝડપાયેલા બંને આરોપીઓની તપાસ કરતા થાનાજી રાજપૂત અને હરેશ ઠાકોર નામના આ બંને આરોપીઓ બનાસકાંઠાના વાવના રહેવાસી છે. જેઓ માત્ર એક અઠવાડિયાથી જ સેલવાસનાના દાદરા વિસ્તારના આ શાહ પરિવારના ત્યાં ઘરઘાટી નોકર તરીકે કામ કરતા હતા. આ પરિવાર પોતે રાખેલા નોકરોથી પરિચિત ન હતો. પરંતુ સુરતના પોતાના એક પરિચિતના કહેવાથી તેમને ઘરે નોકરીએ રાખ્યા હતા. જાેકે સાધન સંપન્ન પરિવારના ત્યાં નોકરી કરતા આ નોકરોએ જે થાળીમાં ખાધું તેમ જ જાણે છેદ કર્યો હોય તેમ જે પરિવારે તેમને નોકરીએ રાખ્યા હતા. તેમના જ ઘરમાં મોકો મળતા હાથ ફેરો કરી અને તિજાેરી સાફ કરી હતી.

લાખોની ઘરફોડ ચોરી કરી ફરાર થનાર આ બંને ઘરઘાટીઓ પોતાના વતન થરાદ ભાગવામાં સફળ થાય તે પહેલા જ વાપી પોલીસે ઝડપી લીધા છે. તહેવારોની મોસમમાં દારૂની ચેકીંગ કરી રહેલ વાપી પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું છે. વધુ માહિતી આપતા વાપીના ડીવાયએસપી બીએન દવેએ જણાવ્યું કે, સેલવાસના દાદરા વિસ્તારનો શાહ પરિવાર પર્યુષણ હોવાથી દેરાસરમાં ગયો હતો. એ વખતે જ આરોપીઓએ મોકો મળતા ઘરની તિજાેરીમાં હાથ ફેરો કર્યો હતો અને ત્યારબાદ ઘરથી નીકળી ગયા હતા. જાે કે દેરાસરથી ઘરે આવ્યા બાદ પણ આ પરિવારને ઘરમાં કોઈ જગ્યાએ ચોરી થઈ હોવાનો અણસાર પણ આવ્યો ન હતો.

પરંતુ વાપી ટાઉન પોલીસની સતર્કતાને કારણે આરોપીઓ મુદ્દા માલ સાથે ઝડપાઈ ગયા બાદ પોલીસે જ્યારે જાણ કરી ત્યારે જ પરિવારને તેમના ત્યાં લાખોની ચોરી થઈ હોવાનું જાણ થઈ હતી. ત્યારે પરિવારના જીવમાં જીવ આવ્યો છે. આમ, હવે ઘરઘાટી કે નોકર રાખતા પહેલા ચોકસાઈ કરવી ખૂબ જરૂરી છે. ઓળખાણ વિના ઘરઘાટી રાખનાર લોકો માટે આ કિસ્સો જરૂરથી આંખ ઉઘાડનાર છે. આ કિસ્સા માં તો શાહ પરિવારનો ચોરાયેલ તમામ મુદ્દામાલ કલાકોમાં મળી ગયો છે. પરંતુ બધા શાહ પરિવાર જેટલા નસીબદાર હોતા નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/