fbpx
ગુજરાત

ભાજપ પ્રદેશ કાર્યાલય કોબા ખાતે સો.મીડિયા યૂથ સમીટમાં સીઆર પાટિલનું કાર્યકર્તાઓને સંબોધન

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ ગુજરાતમાં એક્શનમાં આવ્યુ છે, અને કાર્યકર્તાઓમાં એક નવો જાેશ ભરવા માટે પ્રયાસમાં લાગ્યુ છે. આજે કાર્યકરો સાથે પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે ગાંધીનગરમાં કમલમ ખાતે બેઠક યોજી હતી. જેમાં સીઆર પાટિલે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના જન જન સુધી પહોંચાડવાની સલાહ આપી હતી. સીઆર પાટિલની અધ્યક્ષતામાં ભાજપ પ્રદેશ કાર્યાલય કોબા ખાતે આવેલા કમલમમાં આજે સોશ્યલ મીડિયા યૂથ સમીટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બીજેપીની કમલમ ઓફિસ પર આ સોશ્યલ મીડિયા યુથ સમિટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સીઆર પાટિલે કહ્યું કે, કાર્યકર્તાઓ આગની જેમ નહી, દાવાનળની જેમ ફેલાય જાય, આગ હોલવાઇ જાય છે, પણ દાવાનળ નહીં. દાવાનળમાં આવનાર બધા જ ભસ્મીભુત થઇ જાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના જન જન સુધી પહોંચાડવાની સલાહ આપી હતી. લોકસભાની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપની આક્રમક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી માટે યુવા ભાજપના કાર્યકર્તાઓની તૈયારી પુરજાેશમાં છે. આ દરમિયાન નેગેટિવ પ્રચાર કરનારા વિરૂદ્ધ આક્રમક થવાની સીઆર પાટિલે સલાહ આપી હતી. સીઆર પાટિલે વધુમાં સલાહ આપતા કહ્યું કે, રેલવે ક્ષેત્રે કેન્દ્રની હરણફાળની જાણકારી નાગરિકો સુધી પહોંચાડો, ઁસ્ મોદીના નેતૃત્વમાં વન્દે ભારત ટ્રેનનો સંકલ્પ સાકાર થયો છે. ઁસ્ મોદીના નેતૃત્વમાં રેલવેમાં અનેક સુધારા થયા છે.

સાથે સાથે કાર્યકર્તાઓને રોજ નમો એપનો ઉપયોગ કરવાની પણ પાટીલની સલાહ આપવામાં આવી છે. નમો એપથી કેન્દ્રની યોજનાઓ જાણકારી નાગરિકો સુધી પહોંચાડો. કોંગ્રેસ પર પ્રહાર કરતાં સીઆર પાટિલે કહ્યું કે, કોંગ્રેસના સમયમાં યોજનાઓ કાગળ પર બનતી હતી, ઁસ્ના નેતૃત્વમાં તમામ યોજનાઓ જનજન સુધી પહોંચી રહી છે. સીઆર પાટિલની અધ્યક્ષતામાં ભાજપ પ્રદેશ કાર્યાલય કોબા ખાતે આવેલા કમલમમાં આજે સોશ્યલ મીડિયા યૂથ સમીટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સમિટમાં સીઆર પાટિલની સાથે સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજી, મહામંત્રી રજનીભાઈ પટેલ અને વિનોદભાઇ ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા. ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટની આગેવાનીમાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યુ, જેમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરોની હાજરી જાેવા મળી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/