fbpx
ગુજરાત

ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી, ૧૨ કિલો ચરસ સાથે ૧ની કરી ધરપકડ

સુરતમાંથી વધુ એક વખત હાઈ પ્યોરીટી અફઘાની ચરસનો જથ્થો ઝડપાયો છે. દામકા ગામ પાસેથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે એક આરોપીની ધરપકડ કરી છે તેની પાસેથી ૬ કરોડ ૫૬ લાખ, ૩૫ હજારની કિમતનું ૧૩.૧૨૬ દ્ભય્ ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી દરિયા કિનારે માંછીમારીનું કામ કરવા માટે ગયો હતો તે દરમ્યાન આ ચરસનો જથ્થો તેને મળી આવ્યો હતો અને પૈસા કમાવવાની લાલચે આ તમામ ૧૩ પેકેટ તેણે દરિયા કિનારે જે તે વખતે જમીનમાં દાટી સંતાડી દીધા હતા આ દરમ્યાન તે ચોરી છુપીથી આ ચરસનો જથ્થો વેચવા માટે જતા પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દામકા ગામ બ્રાહ્મણ ફળિયા તરફ જતા રોડ પાસેથી બાઈક પર કોથળામાં ચરસના જત્થાની હેરાફેરી કરી રહેલા જીતેન્દ્ર જગદીશભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ૬ કરોડ, ૫૬ લાખ, ૩૫ હજારની કિમતનું ૧૩.૧૨૭ દ્ભય્ ચરસનો જથ્થો, ૧ મોબાઈલ, એક બાઈક સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આશરે બે મહિના પહેલા હજીરા રાજગરી ગામ પાસે આવેલા દરિયા કીનારે માછીમારીનું કામ કરવા માટે ગયો હતો ત્યારે દરિયા કિનારેથી અલગ અલગ કુલ ૧૩ પેકેટ તેને મળી આવ્યા હતા.

તેમાંથી એક પેકેટ ખોલીને જાેતા તેમાં ચરસ હોવાનું જણાતા આ ચરસના પેકેટ વેચી પૈસા કમાવવાની લાલચે આ તમામ પેકેટ દરિયા કિનારે જે તે વખતે જમીનમાં દાટી સંતાડી દીધા હતા અને આજથી ત્રણેક દિવસ પહેલા ચોરી છુપીથી આ ચરસના પેકેટ કાઢી વેચવા માટે ફરતો હતો આ દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. બનાવ અંગે ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે જીતેન્દ્ર જગદીશભાઈ પટેલ નામનો વ્યક્તિ અફઘાની ચરસ વેચવા માટે ફરી રહ્યો છે માહિતીના આધારે આરોપીની દામકા ગામ પાસેથી ધરપકડ કરવામાં આવી છે.

આરોપીએ પોલીસને જાણ કરવાને બદલે પૈસા કમાવવાની લાલચે તેણે આ ચરસ સંતાડીને મૂકી દીધું હતું. ૩ દિવસ પહેલા તેણે આ ચરસ વહેચવા કાઢ્યું હતું આ દરમ્યાન વેચવા જતા ક્રાઈમ બ્રાંચની ટીમે તેને ઝડપી પાડ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે અગાઉ એસઓજી પોલીસ દ્વારા બે વખત જે ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે તેમાં આ ચરસ અને તે ચરસ એક જ છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવનાર છે. આરોપીએ હજુ સુધી ચરસ કોઈને વહેચ્યું નથી પરંતુ વહેચવા નીકળ્યો હતો આ દરમ્યાન તેને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે જાે કોઈને આવા નશીલા પદાર્થ કે શંકાસ્પદ વસ્તુ મળે તો તે વ્યક્તિની ફરજ છે કે તે પોલીસને જાણ કરે, જાે કોઈ વ્યક્તિ લાલચમાં આવીને તેને સંતાડીને રાખે છે અને પછી તેને વહેચવા નીકળશે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/