fbpx
ગુજરાત

ગાંધીનગરમાં રિક્ષામાં સવાર ૧૯ વર્ષીય પુત્રની નજર સમક્ષ માતાનું ઘટનાસ્થળે મોત

ગાંધીનગરના ઝુંડાલ સર્કલ નજીક ઇનોવા કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને જાેરદાર ટક્કર મારતાં રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ૧૯ વર્ષીય પુત્રની નજર સમક્ષ માતાનું ઘટનાસ્થળે મોત નિપજતા અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઇ ગામનો ૧૯ વર્ષીય ધ્રુવ નિલેશભાઈ ઉપાધ્યાયની માતા વર્ષાબેન મોડાસા કોર્ટમાં વકીલાત કરતા હતા. ધ્રુવના પિતા દસ વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા છે. જ્યારે ધ્રુવ કલોલની સ્વર્ણિમ યુનિવર્સિટીમાં બીએસસી આઈટીનાં પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે.

ચાંદખેડા ખાતે બે મહિનાથી ભાડાના મકાનમાં રહેતા ધ્રુવને હોસ્ટેલમાં રહેવા જવાનું હોવાથી પરમ દિવસે બપોરના સમયે વર્ષાબેન તેના રૂમ પર ગયા હતા. બાદમાં ગઈકાલે શુક્રવારે સવારે હોસ્ટેલ જવા માટે માં દીકરો કોબા આવ્યા હતા. ઓનલાઇન માધ્યમથી રીક્ષા મંગાવી હતી. ત્યારે પોણા અગિયાર વાગ્યાના અરસામાં રીક્ષામાં બેસી ઝુંડાલ- અડાલજ રોડ પર આવ્યા હતા અને રાઘવ પાટી પ્લોટ પાસે અંબાપુર જતાં એપ્રોચ રોડ પર રીક્ષાવાળાએ રીક્ષા વળાવતાં અડાલજ ગામ તરફથી એક એસ.ટી.બસ તથા એક ઇનોવા કાર આવતી હતી. આ અરસામાં ઇનોવાના ચાલકે તેની ઈનોવા ગાડી પુરઝડપે અને બેદરકાર રીતે ચલાવી રીક્ષાને ડાબી બાજુએ જાેરદાર ટક્કર મારી હતી. જેનાં કારણે રીક્ષા રોડની નીચે ફેંકાઈ ને પલ્ટી મારી ગઈ હતી.

જેથી અકસ્માત થયો હતો. વર્ષાબેનનાં શરીરનો ઉપરનો ભાગ રીક્ષાની બહાર હતો અને પગ રીક્ષામાં હતા. તેઓને ગંભીરઈજા પહોંચી હતી. તેમજ ધ્રુવ અને રિક્ષા ડ્રાઈવરને પણ ઈજાઓ થઈ હતી. બાદમાં ધ્રુવે જેમતેમ કરીને ગંભીર ઇજાગ્રસ્ત તેની માતાને રીક્ષામાંથી બહાર કાઢી જમીન પર સુવડાવ્યા હતા. જેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું શરીર એક મિનિટ માટે ધ્રૂજતું રહ્યું હતું. જે પછી વર્ષાબેન એકદમ શાંત થઈ ગયા હતા. આથી ધ્રુવે તેની માતાને બોલાવવાની ઘણી કોશિશ કરી હતી. પરંતુ તેઓ કઈ બોલતા ન હતા. આ દરમ્યાન રાહદારીઓ દોડી આવ્યા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે તપાસીને વર્ષાબેનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઇનોવાનો ચાલક ગાડી મૂકીને નાસી ગયો હતો. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/