fbpx
ગુજરાત

સુરતના કાપડ માર્કેટમાં દિવાળીની રોનક અત્યારથી જ જાેવાં મળીવેપારીઓને દોઢ મહિનાની સિઝનમાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના વેપારની આશા

સુરતના કાપડ માર્કેટમાં દિવાળીની રોશની જાેવા મળી રહી છે. દક્ષિણ ભારત, ઉત્તર ભારત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દેશના પૂર્વ રાજ્યોના કાપડ બજારોના વેપારીઓ દિવાળીની ખરીદી કરવા સુરત આવવા લાગ્યા છે. આ વખતે દિવાળીના દોઢ મહિનાની સિઝનમાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના વેપારની અપેક્ષા વેપારીઓ રાખી રહ્યા છે. સુરતના ૭૦ હજાર કાપડના વેપારીઓએ આ માટે તૈયારીઓ કરી લીધી છે. છેલ્લા એક સપ્તાહમાં લગભગ ૧ હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે. દિવાળીની સિઝનના બાકીના ૪૫ દિવસોમાં પ્રતિદિન રૂ. ૨૦૦ કરોડથી વધુનો બિઝનેસ થવાની અપેક્ષા છે.

આ હિસાબે આગામી દોઢ મહિનામાં ૯ હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થઈ શકે છે. સુરતનો કાપડનો વેપાર છેલ્લા ૧૦ મહિનાથી ધીમો ચાલી રહ્યો છે. દરમિયાન દિવાળીની સીઝન શરૂ થઈ ગઈ છે. સારી શરૂઆત સાથે, વેપારીઓને આશા છે કે કારોબાર ૨૦૨૧ની જેમ નહીં તો ઓછામાં ઓછા ગયા વર્ષની જેમ જ રહેશે. ૧૦ મહિનાથી સુસ્ત રહેતા કાપડના વેપારમાં તેજી આવવાની આશા સાથે વેપારીઓએ પોતાની તરફથી તૈયારીઓ કરી લીધી છે. નોંધનીય છે કે કોવિડ પછી વર્ષ ૨૦૨૧ માં સુરતનો કાપડનો વેપાર દિવાળીની સીઝનમાં એવા સ્તરે પાછો ફર્યો હતો કે વેપારીઓ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

જાે કે તે પછી વર્ષ ૨૦૨૨ માં સુરતનો કાપડનો વેપાર ભાગ્યે જ રૂ. ૧૦ હજાર કરોડ સુધી પહોંચી શક્યો છે. કાપડના વેપારી દિનેશ કટારીયાએ જણાવ્યું કે, સપ્ટેમ્બરમાં દરરોજ સરેરાશ ૧૫૦ કરોડ રૂપિયાના કપડાં અન્ય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવે છે. જે ઓક્ટોબરમાં ૨૫૦ થી ૩૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. એક પાર્સલમાં રૂ. ૩૦,૦૦૦ થી રૂ. ૩૫,૦૦૦નો સામાન હોય છે. એક ટ્રકમાં આવા ૨૦૦ પાર્સલ હોય છે. જેની કુલ કિંમત ૭૦ લાખ રૂપિયા છે. જાે દરરોજ ૩૦૦ ટ્રક કાપડ બહારના બજારોમાં જાય તો ૨૦૦ કરોડથી વધુનો બિઝનેસ થશે. ફોસ્ટા અધ્યક્ષ કૈલાસ હકીમે જણાવ્યું કે, સુરતના કાપડના વેપારીઓને દિવાળી પછી પણ સારા વેપારની આશા છે. તેનું કારણ લગ્નની સીઝન છે. દિવાળી નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં છે અને ફરીથી તે લગ્ન માટેનો શુભ સમય છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્નો થવાના કારણે કાપડનો વ્યવસાય સારો રહેવાની ધારણા છે. દિવાળીમાં પાંચમથી જ ધંધાકીય મૂવમેન્ટ જાેવા મળશે. જાેકે, કાપડના વેપારીઓ દિવાળીની સિઝનની ગણતરી જુદી રીતે કરે છે. વેપારીઓ માટે દોઢ મહિનાની દિવાળીની સીઝન છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/