fbpx
ગુજરાત

દેહ વિકર્યનો ધંધો શાંતીથી ચાલવા દેવા માટે ખંડણીની નાં પડતાં પપ્પુની હત્યા થઇ હતી

સરખેજ વિસ્તારમાંથી યુવકની નગ્ન હાલતમાં મળી આવેલી લાશ મામલે ત્રણ આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી હત્યાનો ભેદ ઉકેલ્યો છે. પાંચેક મહિના યુવકની હત્યા કમિશનના રૂપિયામાં ભાગ માગતા થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું. ત્યારે હાલ પણ હત્યા કેસમાં સંડોવાયેલા અન્ય બે ફરાર આરોપીઓની પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આ ત્રણેય આરોપીઓ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા છે. પકડાયેલા આરોપીઓના નામ અરવિંદ ઠાકોર, દિવ્યાંશુ ચૌહાણ અને બેચર ઠાકોર છે.

આ હત્યામાં અન્ય બે આરોપીઓ હાલ પણ પોલીસ ગિરફતથી બહાર છે. ગુના અંગેની વાત કરીએ તો ગત ૨૪ એપ્રિલ ૨૦૨૩ના રોજ સરખેજના સનાથલ બ્રિજ નજીકથી એક યુવકનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી અને સામે આવ્યું કે મૃતક પપ્પુ નિષાદ કે જે મૂળ ઉત્તર પ્રદેશનો અને સરખેજમાં છૂટક મજૂરી કરતા યુવકની હત્યા કરવામાં આવી હતી. જે અંગે અલગ અલગ ટિમો બનાવી ચોક્કસ બાતમી આધારે ત્રણ આરોપી પોલીસે અરવિંદ ઠાકોર, દિવ્યાંશુ ચૌહાણ અને બેચર ઠાકોરની સંડોવણી હોવાથી અટકાયત કરી પૂછપરછ શરૂ કરાઇ.

જાેકે પકડાયેલા ત્રણે આરોપીની પૂછપરછ બાદ અન્ય બે આરોપીની પણ સંડોવણી ખુલી હતી. બનાવ સમયે મૃતક પપ્પુ નિષાદના મૃતદેહ પરથી કેટલાક ઇજાના નિશાનો મળી આવેલા અને મૃતદેહ પરથી કપડા કાઢી લઈ આરોપીઓ ફરાર થયા હતા. જે બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓની પૂછપરછ કરતા ખુલ્યું કે આરોપીઓ સનાથલ બ્રિજના છેડે અવાવરું જગ્યામાં ચાલતા દેહ વિકર્યના ધંધો શાંતીથી ચાલવા દેવા માટે પ્રોટેક્શન મની એટલે કે ખંડણી પડાવવા આવ્યા હતા. પણ મૃતક પપ્પુ એ ખંડણી આપવાની મનાઈ કરતા આરોપીઓએ તેના પર હુમલો કરી માર મારી હત્યા કરી નાખી. જાેકે આ કેસમાં સંડોવાયેલા અન્ય બે ફરાર આરોપીઓ એ જીગર ચૌહાણ અને શંભુ પરમારે મૃતદેહનો નિકાલ કરવામાં મદદ કરી હતી.

જેથી પોલીસે હત્યા અને પુરાવાના નાશના ગુનામાં ફરાર બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે હત્યા બાદ મૃતક પપ્પુની ઓળખ તેના ભાઈ દ્વારા કરવામાં આવેલી પરંતું હત્યા અંગે કોઈ ફરિયાદ દાખલ કરવામાં નોહતી આવી. જાેકે ક્રાઈમ બ્રાન્ચે શરૂઆતથી આ કેસમાં તપાસ કરી ચોક્ક્‌સ સ્થાનિકોની મદદ અને બાતમીના આધારે આરોપીઓ સુધી પોહચ્યાં અને આખરે પાંચ મહિના બાદ હત્યાનો ભેદ ઉકેલાયો. હાલ પકડાયેલા ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ કરી ફરાર બે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/