fbpx
ગુજરાત

સુરતમાં ડેન્ગ્યુથી ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત

સુરતમાં રોગચાળો કાબૂ બહાર ગયો છે. ઉપરાઉપરી મોતના કિસ્સા સામે આવી રહ્યાં છે. ડેન્ગ્યુના કારણે વધુ એક વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું છે. ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત નિપજ્યુ છે. વિદ્યાર્થીનીની તબિયત લથડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યું છે. આ ઘટના બાદ પણ આરોગ્ય તંત્રના પેટનું પાણી હલતુ નથી.

અન્ય ૩૨ વર્ષીય યુવાનનું પણ મોત નિપજ્યું છે. યોગીચોક વિસ્તારમાં યુવાનનું ઝાડા ઉલ્ટીના કારણે મોત થયું છે. સુરત શહેરમાં ફરી રોગચાળાએ માથું ઉંચકતા સુરતીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. શહેરમાં બીમારીને પગલે વિદ્યાર્થિની સહિત બેનાં મોત નિપજ્યા છે. વેડરોડ પર ડેન્ગ્યુમાં સપડાયેલી ધોરણ ૧૦ ની વિદ્યાર્થિનીનું મોત થયું છે. જ્યારે સરથાણા વિસ્તારમાં એક યુવકનું મોત થયું છે.

સુરત શહેરના વેડરોડ પર આવેલ ખાતે રહેતી ધોરણ ૧૦ની વિદ્યાર્થિની ડેન્ગ્યુમાં સપડાય હતી. દરમિયાન તબિયત લથડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં તેનું મોત થયું હતું. ઉત્તરપ્રદેશના વતની અને હાલ વેડરોડ વિસ્તારમાં ત્રિલોક સોસાયટી ખાતે રહેતી ઉ.વ ૧૪ સ્થાનિક વિસ્તારની શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે દરમિયાન તેણીને રવિવારે ઉલટી થતા સારવાર માટે લઈ જવામાં આવી હતી જ્યાં તેણીનો રીપોર્ટ કરવામાં આવતા ડેન્ગ્યુ હોવાનું નિદાન સામે આવ્યું હતું સોમવારે સાંજે તેણીની તબિયત લથડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જતા મોત થયું હતું. મૃતક કિશારીના પિતા એમ્બ્રોઈડરી મશીન રીપેરીંગ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે રોગચાળામાં બીજા બનાવમાં મૂળ ભાવગનર જિલ્લામાં ભંડારીયા ગામના વતની અને હાલ યોગીચોક વિસ્તારમાં વિજયનગર ખાતે રહેતી કિરણબેન દિલીપભાઈ ઘોરીને શનિવારથી ઝાડા-ઉલટી થયા હતા. આ દરમિયાન સોમવારે સાંજે કિરણબેનની તબિયત લથડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવતા તબીબી મૃત જાહેર કર્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/