fbpx
ગુજરાત

શિક્ષકે આપઘાત કરવાની ચીમકી આપી ૧૬ વર્ષીય સગીરાને સંબંધ બાંધવા કહ્યુંકાપોદ્રા પોલીસે શિક્ષકની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં શિક્ષક જ હેવાન બન્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય સગીરાની છેડતી કરી સબંધ નહિ રાખે તો આપઘાત કરવાની ચીમકી આપી હતી. ઘટનાની જાણકારી માતાપિતાને થતા ફરિયાદ કરવામાં આવી છે. જ્યાં કાપોદ્રા પોલીસે ઘટનાની ગંભીરતા જાેઈ તાત્કાલિક હેવાન શિક્ષકની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે.

સુરતના અશ્વની કુમાર રોડ વિસ્તારમાં રહેતા રત્નકલાકારની ધો.૧૧ માં અભ્યાસ કરતી ૧૬ વર્ષની તરૂણીને સ્કુલના શિક્ષકે ‘તું નહીં આવે તો હું મારા હાથની નસ કાપી મરી જઈશ’ તેવી ધમકી આપતો હતો. તેથી તે ડરીને ગત શનિવારે મધરાતે સરને મળવા ગઈ હતી. જાેકે, પિતરાઈ બહેન-બનેવી સાથે ગયેલી તરુણી પિતરાઈ બહેન પરત થયા બાદ પણ ઘરે નહીં આવતા શોધખોળ કરતા રાત્રે અઢી વાગ્યે ખોડીયાર નગર રોડ પરથી મળી હતી. તરુણીની પુછપરછમાં ગણિતના શિક્ષક દોઢ મહિનાથી બોલાવી અડપલાં કરતા હોવાનું જણાવ્યું હતું.

જે વાત જાણી વિદ્યાર્થીનીના પરિવારજનો પણ ચોંકી ઉઠ્‌યા હતા અને તેઓ તાત્કાલિક કાપોદ્રા પોલીસમાં મથકે પહોંચ્યા હતા. જ્યાં કાપોદ્રા પોલીસે છેડતીનો ગુનો નોંધી શિક્ષકની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમીયાન વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે સ્કુલમાં ગણિતના શિક્ષક મહેશ સર તેને છેલ્લા દોઢ મહિનાથી ફોન કરીને મળવા બોલાવતા હતા અને ‘તું નહીં આવે તો હું મારા હાથની નસ કાપી મરી જઈશ’ તેવી ધમકી આપતા હતા. તેથી તે તેમને મળવા ગઈ હતી. તરુણીની વધુ પુછપરછ કરતા સરે તેને ધમકી આપી મળવા બોલાવી અડપલાં કર્યા હોવાનું જણાવ્યું. આખરે માતાએ શિક્ષક વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ૨૬ વષીય અપરણિત શિક્ષક મહેશ મનસુખભાઈ ગોંડલીયાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/