fbpx
ગુજરાત

શરીરે સવા અગિયાર કિલોની લોખંડની સાંકળ બાંધી યુવાને કચ્છ ખાતે માતાના મઢે જવા પદયાત્રા શરૂ કરી

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જાેગવડ ગામના યુવકોની માં આશાપુરા પ્રત્યે અનોખી શ્રદ્ધા છે. મોટા વાગુદળ ગામના દિવ્યરાજસિંહ જાડેજા નામના યુવકે કોઈ માનતા માંગી નથી પરંતુ માત્ર પદયાત્રીઓનો ઉત્સાહ વધારવા માટે જ શરીરે સવા અગિયાર કિલોની લોખંડની સાંકળ બાંધી અને ઉલટા પગે ચાલી કચ્છ ખાતે માતાના મઢે જવા પદયાત્રા શરૂ કરી છે. દિવ્યરાજસિંહે ગયા વર્ષે પાંચ કિલોની લોખંડની સાંકળ બાંધી પદયાત્રા કરી હતી.

ત્યારે આ વર્ષે સવા અગિયાર કિલોની લોખંડની સાકળ બાંધી છે. આ યુવકનું લોખંડની સાકળ બાંધવાનું કારણ માત્ર એટલું જ છે કે તે પદયાત્રીઓને સંદેશ આપવા માંગે છે કે જાે તે આટલું વજન લઈને પણ પદયાત્રા કરી શકે છે તો લોકો વગર વજને પણ પદયાત્રા કરી શકે છે. આ યુવક જાેગવડ ગામના જય જાેગેશ્વર ગ્રુપ સાથે જાેડાયો છે. આ સંઘ દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી માતાના મઢે જવા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

ત્યારે આ સંઘ સાથે મોટા વાગુદળ ગામનો યુવક પણ છેલ્લા બે વર્ષથી પગપાળા યાત્રા કરે છે અને શરીરે સવા અગિયાર કિલોની લોખંડની સાંકળ બાંધી અને ઉલટા પગે ચાલી લોકોને સંદેશ આપે છે કે જાે તે ઉલટા પગે ચાલીને માતાના મઢે જઈ શકતો હોય તો લોકો સીધી રીતે પણ પદયાત્રા કરી શકે છે. સાથે સાથે જય જાેગેશ્વર ગ્રુપ દ્વારા જાેગવડથી માતાના મઢ જતા પદયાત્રીઓ માટે પીવાનું પાણી તથા આરોગ્ય લક્ષી સેવા પણ પૂરી પાડવામાં આવતી હોય છે. જામનગરના સમર્પણ સર્કલ પાસે આ પદયાત્રા સંઘ આવી પહોંચતા રાજપુત યુવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ યુવકને માતાજી શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. જાેકે જાેગવડ ગામના આ યુવકની અનોખી શ્રદ્ધા જાેઈને લોકો પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/